Delhi: જંતર-મંતર પર વિવાદિત નારેબાજી, ભાજપના નેતાની ધરપકડ કરી શકે છે પોલીસ

Ashwani Upadhyay To Be Arrested: ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે મુસ્લિમ વિરોધી નારેબાજીની ઘટનામાં કોઈ પ્રકારની સંડોવણીથી ઇનકાર કર્યો છે. 

Delhi: જંતર-મંતર પર વિવાદિત નારેબાજી, ભાજપના નેતાની ધરપકડ કરી શકે છે પોલીસ

નવી દિલ્હીઃ Ashwani Upadhyay To Be Arrested: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિવાદિત નારેબાજી કરવાના મામલામાં ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય અને અન્ય નેતાઓની ધરપકડ થઈ શકે છે. દિલ્હી પોલીસે તેની જાણકારી આપી છે. પોલીસે કહ્યું કે, કાયદા પ્રમાણે આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ સાંપ્રદાયિક વિદ્વેશને ચલાવી લેવામાં આવશે નહીં. 

મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જંતર-મંતર પર એક પ્રદર્શન દરમિયાન મુસ્લિમ વિરોધી નારેબાજી થઈ રહી છે. આ મામલામાં દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. 

પરંતુ ઉપાધ્યાયે મુસ્લિમ વિરોધી નારેબાજીની ઘટનામાં કોઈ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યુ- મેં વાયરલ થઈ રહેલા વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસમાં એક ફરિયાદ આપી છે. જો વીડિયો સાચો છે તો તેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. 

ઉપાધ્યાયે કહ્યુ- મને કોઈ જાણકારી નથી કે તે કોણ છે. મેં તેને ક્યારેય જોયા નથી કે તેને મળ્યો નથી. મેં તેને બોલાવ્યા નથી. જ્યાં સુધી હું ત્યાં હતો તે જોવા મળ્યા નથી. જો વીડિયો જૂઠો છે તો ભારત જોડો આંદોલનને બદનામ કરવા માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

જંતર મંતર પર રવિવારે ભારત જોડો આંદોલન દ્વારા આયોજીત પ્રદર્શનમાં અનેક લોકો સામેલ થયા હતા. વીડિયોમાં એક સમૂહ જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન નારેબાજી અને મુસ્લિમોને ધમકી આપતો જોવા મળ્યો હતો. 

ભારત જોડો આંદોલનના મીડિયા પ્રભાવી શિપ્રા શ્રીવાસ્તવે કહ્યું કે, વકીલ અને પૂર્વ ભાજપ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયના નેતૃત્વમાં પ્રદર્શન થયું હતું. પરંતુ મુસલમાન વિરોધી નારેબાજી કરનારથી સાથે તેમણે કોઈ પ્રકારના સંબંધથી ઇનકાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news