Farmers Protest: કિસાનો સાથે ઘર્ષણમાં 82 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, કાયદાકીય કાર્યવાહીની તૈયારીમાં પોલીસ
કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોની ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસે કહ્યુ કે, ખુબ ઉગ્ર રીતે પ્રદર્શન કરવામાં આવ્યું. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farmers Protest) વિરુદ્ધ કિસાનોની ટ્રેક્ટર રેલી (Tractor Parade) મંગળવારે તોફાની બની હતી. ઘમા સ્થાળો પર કિસાન નિર્ધારિત રૂટ્સની બહાર ટ્રેક્ટર લઈને નિકળ્યા હતા. અનેક જગ્યાએ તોડફોડના સમાચાર સામે આવ્યા છે. તો પોલીસ અને કિસાનો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દિલ્હી પોલીસ (Delhi Police) પ્રમાણે પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણમાં પોલીસના 83 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 45ને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસ (Delhi Police) ના જોઈન્ટ કમિશનર (ઈસ્ટર્ન રેન્જ) આલોક કુમારે આરોપ લગાવ્યો કે, કિસાનોએ ખુબ ઉગ્ર રીતે રેલી કરી. તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તરે કિસાન પ્રદર્શનકારીઓને શાંતિનો રસ્તો અપનાવવાની અપીલ કરી અને કહ્યું કે, તે નક્કી કરેલા રૂટ્સ પર પરત ફરે. શ્રીવાસ્તવે કહ્યુ કે, મંગળવારે કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ કિસાનોના પ્રદર્શનને ધ્યાનમાં રાખી અનેક રાઉન્ડની બેઠકો બાદ ટ્રેક્ટર રેલી (Tractor Parade) નો રૂટ ફાઇનલ કરવામાં આવ્યો હતો પરંતુ કિસાન નક્કી કરેલા રૂટની બહાર પણ ટ્રેક્ટર લઈને ગયા અને નિર્ધારિત સમય પહેલા લઈને ગયા.
લાલ કિલ્લા પર પોલીસ પર હુમલો કરી રહ્યાં છે કિસાનો જુઓ વીડિયો
#WATCH | Delhi: Protestors attacked Police at Red Fort, earlier today. #FarmersProtest pic.twitter.com/LRut8z5KSC
— ANI (@ANI) January 26, 2021
અનેક જગ્યાએ તોડફોડઃ પોલીસ
શ્રીવાસ્તવે કહ્યુ કે, પ્રદર્શનકારીઓએ ઘણા સ્થળો પર તોડફોડ કરી છે, જેમાં ઘણા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. તો જેસીપી આલોક કુમારે કહ્યુ કે, કિસાન નેતાઓ સાથે વાતચીતમાં રૂટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ કિસાનોએ રૂટ તોડ્યો હતો. ગાઝીપુર બોર્ડર પાસે પ્રથમ ઘર્ષણ પોલીસ સાથે થયું હતું. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ખુબ ઉગ્ર રીતે ટ્રેક્ટરોને પોલીસકર્મીઓ ઉપર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કુમારે કહ્યુ કે, રેલી દરમિયાન મોટા પાયે તોડફોડ અને નુકસાન કરવામાં આવ્યું છે. ખુબ ઉગ્ર રીતે આ રેલી કરવામાં આવી છે. તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે