Delhi Unlock: 26 જુલાઈથી મેટ્રો અને બસ 100% ક્ષમતા સાથે ચાલશે, સિનેમાહોલ-મલ્ટીપ્લેક્સને મળી છૂટ

DDMA એ કોરોનાના ઘટી રહેલા કેસને જોતા લોકોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં સોમવારથી મોલ-મલ્ટીપ્લેક્સ અને થિએટરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. 

Delhi Unlock: 26 જુલાઈથી મેટ્રો અને બસ 100% ક્ષમતા સાથે ચાલશે, સિનેમાહોલ-મલ્ટીપ્લેક્સને મળી છૂટ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસના કેસ ઘટી ગયા છે. તેને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ 26 જુલાઈ સવારે 5 કલાકથી મેટ્રો અને બસોને 100% ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય સિનેમા હોલ, થિએટર અને મલ્ટીપ્લેક્સને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી છે. 

મેટ્રોમાં ઉભા રહી મુસાફરી કરવા પર પ્રતિબંધ
દિલ્હી મેટ્રોમાં ઉભા રહી મુસાફરી કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. આ સિવાય અંતિમ સંસ્કાર અને લગ્નમાં ગેસ્ટની સંખ્યા 100 રાખવામાં આવી છે. તો શાળા-કોલેજ ખોલવા પર હજુ દિલ્હી સરકાર કોઈ વિચાર કરી રહી નથી.  DDMA એ પોતાના નિવેદનમાં કહ્યું કે, હજુ સ્કૂલ શરૂ થશે નહીં અને બાળકોનો ઓનલાઇન અભ્યાસ યથાવત રહેશે. આ રીતે રેસ્ટોરન્ટ અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 

— ANI (@ANI) July 24, 2021

જીમ, યોગા સેન્ટર અને પાર્ક 50% ક્ષમતા સાથે ખુલશે
આ પહેલા 28 જૂને DDMA એ સિટી પાર્ક, ગાર્ડન, ગોલ્ફ કોર્સ અને બેન્કેટ હોલ સિવાય જીમ અને યોગ સંસ્થાઓને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી હતી. તે સમયે ડીડીએમએએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે બેન્કેટ હોલ માત્ર લગ્ન માટે ખુલશે. કોઈ અન્ય સામુહિક કાર્યક્રમ કરવાની મંજૂરી અપાશે નહીં. તે સમયે દિલ્હી સરકારે પોતાના આદેશ દ્વારા બીજા રાજ્યોથી આવતા લોકો માટે ઈ-પાસની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news