Delhi Liquor Policy: BJP એ મનિષ સિસોદિયાને ફેંક્યો આ પડકાર, હવે શું કરશે અરવિંદ કેજરીવાલ?

Delhi Liquor Policy: દેશની રાજધાની દિલ્હીમાં લિકર પોલીસી પર વિવાદ અટકવાનું નામ લેતો નથી. ભાજપે આમ આદમી પાર્ટી પર હવે મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને પડકાર ફેંક્યો.

Delhi Liquor Policy: BJP એ મનિષ સિસોદિયાને ફેંક્યો આ પડકાર, હવે શું કરશે અરવિંદ કેજરીવાલ?

Delhi Liquor Policy: દેશની રાજધાની દિલ્હીમાં લિકર પોલીસી પર વિવાદ અટકવાનું નામ લેતો નથી. ભાજપે આમ આદમી પાર્ટી પર હવે મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે તમે બચી શકશો નહીં. દિલ્હીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. દિલ્હીની આપ સરકારે તેનો જવાબ આપવો પડશે. ભાજપે આમ આદમી પાર્ટીને અનેક સવાલ કર્યા. 

આપ જવાબ આપતી નથી
સંબિત પાત્રાએ કહ્યું કે આમ આદમી પાર્ટી કુચેષ્ટા કરી રહી છે કે આમ તેમની વાતો કરીએ, પરંતુ જે મુદ્દાની વાત છે કે મનિષ સિસોદિયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું કે નથી કર્યું તેના પર કોઈ જવાબ આપતી નથી. જે પ્રકારની ગભરામણ આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે તેનાથી કોઈ શક નથી કે મનિષ સિસોદિયાને લઈને આમ આદમી પાર્ટી ઘેરાયેલી જોવા મળી રહી છે. 

— Zee News (@ZeeNews) August 24, 2022

સિસોદિયા વિરુદ્ધ પુરાવા 
તેમણે કહ્યું કે મનિષ સિસોદિયાજી તમે બચી શકશો નહીં. કારણ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડવી અને ભ્રષ્ટાચારીઓને અંજામ સુધી પહોંચાડવા તે દેશના બંધારણનો દાયરો છે. સિસોદિયાજી તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તેના પુરાવા હાજર છે અને તપાસ થઈ રહી છે. 

Delhi Liquor Policy: बीजेपी ने दिया मनीष सिसोदिया को चैलेंज, संबित पात्रा बोले- आप बच नहीं सकते

કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આરોપ
બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા 2-3 દિવસમાં આપના કેટલાક ધારાસભ્યોએ મને કહ્યું છે કે તેમને CBI અને ED ની ધમકી આપવામાં આવી રહી છે અને તેમને આમ આદમી પાર્ટી છોડવા માટે પૈસાની લાલચ અપાઈ રહી છે. આ એક ખુબ જ ગંભીર મુદ્દો છે. અમે  તેના પર ચર્ચા કરવા માટે સાંજે 4 વાગે અમારા રાજકીય મામલાઓની બેઠક બોલાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news