દિલ્હી: કોરોના સામે ડ્યૂટી પર તૈનાત પોલીસ કર્મીઓ પર હુમલો કરી શકે છે ISIS, વધારી સુરક્ષા

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, પરંતુ હવે લોકડાઉનને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે, પિકેટ પર લો એન્ડ ઓર્ડરને લઇને તૈનાત પોલીસ કર્મીઓ પર ISIS હુમલો કરી શકે છે.
દિલ્હી: કોરોના સામે ડ્યૂટી પર તૈનાત પોલીસ કર્મીઓ પર હુમલો કરી શકે છે ISIS, વધારી સુરક્ષા

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, પરંતુ હવે લોકડાઉનને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે, પિકેટ પર લો એન્ડ ઓર્ડરને લઇને તૈનાત પોલીસ કર્મીઓ પર ISIS હુમલો કરી શકે છે.

દિલ્હી પોલીસે આ ઇનપુટ બાદ રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત પિકેટ પર તૈનાત પોલીસ કર્મીઓને અલર્ટ કર્યા છે. અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIS તરફથી લોન વુલ્ફ અટેક કરવામાં આવી શકે છે. એટલે આતંકી અચાનક પોલીસ કર્મીઓ પર હુમલો કરી શકે છે.

આ ઇનપુટ બાદ પિકેટથી પસાર થઈ રહેલા તમામ શખ્સનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મીઓને જણાવવામાં આવ્યું છે કે, કોઇપણ પોલીસ કર્મચી પિકેટ પર એકલો ના રહે.

તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આંકડાઓ અનુસાર આ જીવલેણ બિમારીથી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી 1466 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે 133 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, 12 કલાકમાં કોરોના વાયરસના કેસમાં 240 નો વધારો થયો છે. કોરોના વાયરસ પોઝિટીવ કેસની કુલ સંખ્યા વધીને 1637 થઈ ગઇ છે. તેમાંથી 1466 લોકો અત્યારે પણ સંક્રમિત છે જ્યારે 133 સ્વસ્થ થઇ ચુક્યા છે અને 38 લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news