દિલ્હી: કરોલબાગની હોટલમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત
હોટલની આગમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જે લોકો હોટલમાં ફસાયેલા છે તેમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે, અત્યાર સુધી આ વાતની જાણાકારી મળી નથી કે કયા કારણોસર આ આગ લાગી છે.
Trending Photos
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના કરોલ બાગ સ્થિત અર્પિત હોટલમાં મંગળવાર (12 ફેબ્રુઆરી) સવારે ભીષણ આગ લાગી છે. આગ હોલટના સૌથી ઉપરના માળે લાગી છે. હોલટમાં આગની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
17 લોકોની મોતની પૂષ્ટિ
ન્યૂઝ એજન્સી ANIના રીપોર્ટ અનુસાર, હોટલની આગમાં 17 વ્યક્તિઓના મોત થયા છે. જે લોકો હોટલમાં ફસાયેલા છે તેમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે, અત્યાર સુધી આ વાતની જાણાકારી મળી નથી કે કયા કારણોસર આ આગ લાગી છે.
Delhi: Earlier visuals from Hotel Arpit Palace in Karol Bagh where a fire broke out today. Firefighting and rescue operations underway. More details awaited. pic.twitter.com/l6Jd1pJpM6
— ANI (@ANI) February 12, 2019
જીવ બચાવવા માટે લોકો બિલ્ડિંગ પરથી નીચે કૂદયા
મંગળવાર સવારે અચાનક અર્પિત પેલેસ હોટલની અંદર ભીષણ આગ લાગી હતી. જોત-જોતામાં આગ સમગ્ર માળમાં ફેલાઇ ગઇ હતી. તેનાથી હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યાં હતા. એટલું જ નહીં પોતાનો જીવ બચાવવા માચે લોકો હોટલની બિલ્ડિંગમાંથી કૂદવા લાગ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, હોટલમાંથી અત્યાર સુધીમાં 25થી વધારે લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે. આગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે