Ladakh માં ભારત-ચીન સરહદે કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહે રાજ્યસભામાં આપી જાણકારી

રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે રાજ્યસભામાં પૂર્વ લદાખ (Ladakh) માં વર્તમાન પરિસ્થિતિ પર નિવેદન આપ્યું.

Ladakh માં ભારત-ચીન સરહદે કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહે રાજ્યસભામાં આપી જાણકારી

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે રાજ્યસભામાં પૂર્વ લદાખ (Ladakh) માં વર્તમાન પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. તેમણે જાણકારી આપી કે ભારત અને ચીન વચ્ચે ડિસઈન્ગેજમેન્ટ પર સહમતિ બની ગઈ છે. પેન્ગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ તટ પર બંને સેનાઓ ફોરવર્ડ સૈનિકોને પાછળ કરશે. ચીન જ્યાં ઉત્તર તટ પર ફિંગર 8ના પૂર્વમાં જશે જ્યારે ભારતીય ફિંગર 3ની પાસે સ્થિત મેજર ધાનસિંહ થાપા પોસ્ટ પર રહેશે. સિંહે કહ્યું કે પેન્ગોંગ ઝીલમાં ડિસઈન્ગેજમેન્ટ પૂરું થયા બાદ બંને સેનાઓ વચ્ચે ફરીથી વાત થશે. 

ફિંગર 8થી પાછળ જશે ચીની સેના
રાજ્યસભામાં રાજનાથ સિંહે (Rajnath Singh) જાણકારી આપી કે 'પેન્ગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ તટ પર ડિસઈન્ગેજમેન્ટની સંધિ  થઈ ગઈ છે. ચીન એ વાત પર સહમત થયું છે કે પૂર્ણ ડિસઈન્ગેજમેન્ટના 48 કલાકની અંદર સીનિયર કમાન્ડર લેવલની વાતચીત થાય અને આગળની કાર્યવાહી પર ચર્ચા થાય. સિંહે જણાવ્યું કે 'પેન્ગોંગ ઝીલને લઈને થયેલી સંધિ મુજબ ચીન પોતાની સેનાને ફિંગર 8થી પૂર્વ તરફ રાખશે. એ જ રીતે ભારત પણ પોતાની સેનાની ટુકડીને ફિંગર 3 પાસે પોતાના પરમેનન્ટ બેસ પર રાખશે.'

ભારતીય સેનાઓ બહાદુરીથી દુર્ગમ પહાડીઓ પર અડીખમ
રાજનાથ સિંહે કહ્યું કે 'ભારતીય સેનાઓ અત્યંત બહાદુરીથી લદાખની ઊંચી દુર્ગમ પહાડીઓ અને અનેક મીટર બરફ વચ્ચે સરહદ પર  રક્ષા કરતા અડીખમ છે. આ જ કારણે આપણો પ્રભાવ બનેલો છે. આપણી સેનાઓએ આ વખતે પણ એ સાબિત કરીને બતાવી દીધુ કે ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષા કરવામાં તેઓ સદૈવ દરેક પડકાર સામે લડવા માટે તત્પર છે.'

બોર્ડર પર ભારતની સ્થિતિ મજબૂત
રાજનાથ સિંહે કહ્યું કે વ્યૂહાત્મક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ અનેક ક્ષેત્રોને ચિન્હિત કરીને આપણી સેનાઓ ત્યાં હાજર છે. સિંહે કહ્યું કે પૂર્વ લદાખમાં ચીનની ઉપર ભારતનું 'પ્રભુત્વ' બન્યું છે. રક્ષામંત્રીએ કહ્યું કે મિલેટ્રી અને ડિપ્લોમેટિક લેવલ પર અમારી વાતચીત થઈ છે. અમે ત્રણ સિદ્ધાંતો પર ભાર મૂક્યો છે. 

1. LAC ને માનવામાં આવે અને તેનો આદર કરવામાં આવે.
2. કોઈ પણ સ્થિતિને  બદલવાનો એક તરફી પ્રયત્ન ન કરવામાં આવે.
3. તમામ સમજૂતિઓનું પાલન કરવામાં આવે. 

ભારતીય સેનાએ પડકારોનો ડટીને સામનો કર્યો
રાજનાથ સિંહે કહ્યું કે 'ગત વર્ષ મેં આ સદનને જાણકારી આપી હતી કે વાસ્તવિક નિયંત્રણ રેખાની આજુબાજુ પૂર્વ લદાખમાં અનેક ઘર્ષણના ક્ષેત્ર બન્યા છે. આપણી સશસ્ત્ર સેનાઓ દ્વારા પણ ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ પૂરતી અને પ્રભાવી કાઉન્ટર પરિનિયોજન કરાયા છે.' તેમણે વધુમાં કહ્યું કે 'મને એ બતાવતા ગર્વ મહેસૂસ થાય છે કે ભારતીય સેનાઓએ આ તમામ પડકારોનો ડટીને સામનો કર્યો છે અને પોતાના શૌર્ય અને બહાદુરીનો પરિચય પેન્ગોંગમાં આપ્યો છે.'

સરહદ પર ચીનની હરકતોનો સંબંધો પર અસર
રક્ષામંત્રીએ કહ્યું કે અમારું લક્ષ્ય છે કે એલએસી પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ જળવાય. રાજનાથ સિંહે કહ્યું કે ચીન (China) નો 38,000 ભારતીય જમીન પર કબજો છે. તેમણે કહ્યું કે ભારતે ચીનને હંમેશા કહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધ બંને તરફથી કોશિશ કરવા પર જ વિક્સિત થઈ શકે છે. આ સાથે જ સરહદ વિવાદ પણ આ રીતે જ ઉકેલી શકાય છે. સિંહે કહ્યું કે સરહદ પર ચીને જે પગલું ભર્યું તેનાથી ભારત અને ચીનના સંબંધો ઉપર પણ અસર પડી છે. 

સેના પ્રમુખ પણ સંસદ પહોંચ્યા
રાજ્યસભામાં રાજનાથ સિંહના નિવેદનના પગલે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ સંસદ પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news