રાઇફલથી મિસાઇલ સુધી 'આત્મનિર્ભર', હવે ભારત ઘરમાં બનાવશે આ 101 ઘાતક હથિયાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. મહત્વનું છે કે લૉકડાઉન દરમિયાન પોતાના એક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ અસોલ્ટ રાઇફલ, આર્ટિલરી ગન, રડાર, હળવા જંગી હેલિકોપ્ટર, આ તે રક્ષા સાધનોની યાદીમાં છે જે ભારત થોડા મહિના પહેલા સુધી બીજા દેશો પાસેથી મંગાવતું હતું. પરંતુ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું ભરતા ભારતે એવા 101 રક્ષા સાધનોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનો મતલબ તે નથી કે આપણી સેનાને હવે આ સાધનો નહીં મળી શકે. પરંતુ ભારત હવે પોતાની જરૂરીયાતના આ સાધનો અને હથિયારો ખુદ બનાવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આ પ્રતિબંધ તબક્કાવાર ડિસેમ્બર 2025 સુધી લાગૂ થશે.
ડિસેમ્બર 2020થી 69 ઉપકરણોના આયાત પર પ્રતિબંધ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. મહત્વનું છે કે લૉકડાઉન દરમિયાન પોતાના એક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું હતું. પીએમ મોદીની આ અપીલ પર કામ કરતા સૈન્ય મામલાના મંત્રાલય (DMA) અને રક્ષા મંત્રાલયે 101 સામાનોનું લિસ્ટ બનાવ્યું છે અને તેની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. 101 સાધનો અને હથિયારોની યાદીમાંથી 69ની આયાત પર તો ડિસેમ્બર 2020થી જ પ્રતિબંધ લાગી જશે.
રક્ષા મંત્રાલયના આ નિર્ણયની સાથે ભારત હવે આર્ટિલરી ગન, જમીનથી હવામાં માર કરતી નાના અંતરની મિસાઇલો, શીપમાંથી છોડાતી ક્રૂઝ મિસાઇલો, અસોલ્ટ રાઇફલ, હળવા લડાકૂ હેલિકોપ્ટર, રડાર, બેલેસ્ટિક, હેલમેટ, બુલેટ પ્રુફ જેકેટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની આયાત નહીં કરે. નવી રક્ષા નીતિ અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તેને દેશમાં જ બનાવવામાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ કે, આયાત પર પ્રતિબંધ લગાવતા પહેલા તેના પર મંથન કરવામાં આવ્યું છે અને સેનાની ઓપરેશનલ એક્ટિવિટી પ્રભાવિત ન થાય અને આ સામાનો નક્કી કરેલા સમય સુધીમાં ભારતમાં ઉત્પાદિત થઈ શકે.
ડિસેમ્બર 2021 બાદ ભારત વ્હીલ્ડ આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ, લાઇટ મશીન ગન, અસોલ્ટ રાઇફલ, માઇન એન્ટી ટેન્ક, માઇન એન્ટી પર્સનેલ બ્લાસ્ટ, ગ્રેનેડ જેવા ઉચ્ચ ટેકનિકના આયાત પર પણ પ્રતિબંધ લગાવી દેશે અને તેનું દેશમાં ઉત્પાદન શરૂ કરી દેશે.
ડિસેમ્બર 2022 સુધી ભારત અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, હળવા રોકેટ લોન્ચરના આયાત પર પ્રતિબંધ લગાવી દેશે.
ડિસેમ્બર 2023 સુધી Beyond Visual Range Air to Air મિસાઇલ, કમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ -7C, બેસિક ટ્રેનર એરક્રાફ્ટના આયાત પર પ્રતિબંધ લગાવવાનું છે.
ડિસેમ્બર 2024 સુધી ભારત નાના જેટ વિમાનના આયાત પર પણ પ્રતિબંધ લગાવી દેશે.
ડિસેમ્બર 2025થી ભારત લાંબા અંતરની લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલની ખરીદી પણ રોકી દેશે.
ઘરેલૂ રક્ષા ક્ષેત્રને મળશે 4 લાખ કરોડનો ઓર્ડર
મહત્વનું છે કે આ વખતના રક્ષા બજેટમાં 52000 કરોડની મોટી રકમ ઘરેલૂ બજારથી રક્ષા સાધનોની ખરીદી માટે ફાળવવામાં આવી છે. એક અનુમાન પ્રમાણે સરકાર દ્વારા આ પોલિસીને લાગૂ કર્યા બાદ આગામી 6થી 7 વર્ષમાં દેશની ઘરેલૂ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને 4 લાખ કરોડનો ઓર્ડર મળશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે