કેરલમાં વરસાદથી મૃત્યુઆંક 37 પર પહોંચ્યો, આજે રાજનાથ સિંહ કરશે હવાઇ સર્વેક્ષણ
મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને કહ્યું કે, કેરલ ભયંકર પૂરથી પસાર થઈ રહ્યું છે અને હોનારતને કારણે ખુબ નુકસાન થયું છે.
Trending Photos
તિરૂવનંતપુરમ/નવી દિલ્હીઃ કેરલમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારતે વરસાદને કારણે અત્યાર સુધી કુલ 37 લોકોના મોત થયા છે. કેરલના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને રાજ્યમાં પૂર પ્રભાવિત ક્ષેત્રો ઇડુક્કી અને વયનાડનું હવાઇ નિરીક્ષણ કર્યું. જ્યારે ગૃહપ્રધાન રાજનાથ સિંહ આજે કેરલના આ વિસ્તારમાં હવાઇ સર્વેક્ષણ કરશે. આ વિસ્તારોના પ્રવાસ બાદ મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને કહ્યું કે, કેરલ ભયંકર પૂરથી પસાર થઈ રહ્યું છે અને હોનારતને કારણે ખુબ નુકસાન થયું છે.
ગૃહપ્રધાન રાજનાથ સિંહ રવિવારે કેરલમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નીરિક્ષણ કરશે. મંત્રાલયે એક અખબારી યાદીમાં શનિવારે આ જાણકારી આપી હતી. રાજનાથ સિંહ પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) કેજી અલ્ફોંસ અને મંત્રાલયના અન્ય અધિકારીઓની સાથે હવાઇ નિરીક્ષણ કરશે. ગૃહપ્રધાન કેરલના મુખ્યપ્રધાન પિનરઇ વિજયન, રાજ્ય સરકારના મંત્રીઓ મુખ્ય સચિવ, કેન્દ્રીય એજન્સીઓ તથા રાજ્ય પ્રશાસનના અન્ય મહત્વના અધિતારીઓ, કેન્દ્ર સરકારની એજન્સીઓ તથા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલા રાહત તથા બચાવ અને શોધ અભિયાનની સમીક્ષા કરશે.
મંત્રાલયે જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનથી કેરલના ઘણા વિસ્તારો કથિત રૂપથી ભારે વરસાદ અને વરસાદથી ઉભી થતી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કરીને લોકોને સાવધાની રાખવા માટે કહ્યું છે કારણ કે ઇડુક્કી, વયનાડ, કન્નૂર, એર્નાકુલમ, પલ્લકડ અને મલાપ્પુરમના ઘણા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
અત્યાર સુધી એનડીઆરએફની ટીમે સાત લોકોને બચાવ્યા છે અને 398 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. પૂરથી છેલ્લી 36 કલાકમાં 54 હજાર લોકો બે-ઘર થઈ ગયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ ખંડના અધિકારીએ જણાવ્યું કે કેરલમાં 341 રાહત શિબિરોમાં કુલ 35,874 લોકો રોકાયેલા છે. તેમણે જણાવ્યું કે 580 મકાન આંશિક રૂપથી ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે 44 મકાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે 1301 હેક્ટરમાં ફેલાયેલો પાક નષ્ટ થઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે