ડિયર જિંદગી: ગેસ ચેમ્બર; બાળકો તમારા છે, સરકાર કે શાળાના નહીં!
પ્રદૂષણના નામ પર મતો કપાતા નથી કે શુદ્ધ હવાના નામે મતો વધારે મળતા નથી. આથી હવા, પાણી કોઈની ચિંતામાં સામેલ મુદ્દા નથી. પરાલી બાળી મૂકતા રોકવામાં 'જોખમ' છે, આથી પ્રદૂષણની જગ્યાએ પરાલી પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે!
Trending Photos
દિલ્હી, એનસીઆરમાં પ્રદૂષણ નવા ઐતિહાસિક પડાવ પાર કરી રહ્યું છે. મંગળવારે દિલ્હીની હવા 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ. એક પાર્ટી માસ્ક વહેંચીને ખુશ છે, તો બીજીને લાગે છે કે આ અંગે નારાજગીની સજા તેને નહીં પરંતુ 'કોઈ બીજા'ને મળશે.
લોકતંત્રના નામ પર આપણને 'ગોળ-ગોળ રાણી, કેટલું કેટલું પાણી' રમાડનારી પાર્ટીઓ જાણે છે કે પ્રદૂષણના નામ પર મતો કપાતા નથી કે શુદ્ધ હવાના નામે મતો વધારે મળતા નથી. આથી હવા, પાણી કોઈની ચિંતામાં સામેલ મુદ્દા નથી. પરાલી બાળી મૂકતા રોકવામાં 'જોખમ' છે, આથી પ્રદૂષણની જગ્યાએ પરાલી પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે!
પાર્ટીઓ બસ દિવસો ગણતી રહે છે. યેનકેન પ્રકારે નવેમ્બર વીતી જાય. જો તમે પ્રદૂષણ સહન કરી ગયા, જીવિત, સ્વસ્થ બચી ગયા, તો આગામી નવેમ્બર સુધી તમને ગૂંચવાયેલા રાખવા માટે તેમની પાસે અનેક મુદ્દા છે.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હવાથી આપણા શ્વાસમાં ભળી જનારા પીએમ 10 અને પીએમ 2.5 નસોમાં સોજાનું કારણ બને છે. તેનાથી હાર્ટ એટેક, પેરાલિસિસનું જોખમ વધે છે. જેમને સૌથી વધુ નુકસાન થવાની વાત કહેવામાં આવી રહી છે, તેમાં બાળકો સૌથી આગળ છે. ત્યારબાદ શ્વાસના રોગીઓ, વૃદ્ધો સૌથી વધુ સંકટમાં છે.
રોજેરોજ ગંભીર થઈ રહેલી હવા વચ્ચે બાળકો શાળાએ જાય છે, શાળાને ચિંતા છે કે જો રજા આપી દીધી તો બાળકોનો કોર્સ બાકી રહી જશે. અનેક શાળાઓ હાલના દિવસોમાં પોતાના 'વાર્ષિક કાર્યક્રમ'માં વ્યસ્ત છે. કેટલી આશ્ચર્યની વાત છે કે વાત વાતમાં મીડિયાને કોસનારો સમાજ, સરકાર બંને આ મુદ્દે મૌન છે.
સરકાર પાસે કોઈ યોજના નથી. સમાજ પાસે તો હજુ સુધી આ મુદ્દો જ નથી! એ પણ એવા સમયમાં કે જ્યારે અખબારો, ટીવી, ડિજિટલ પ્રદૂષણ અંગે દરરોજ આપણને રિપોર્ટ્સ આપી રહ્યાં છે. આ બધા પછી પણ સરકાર, સમાજ આંખો મીચીને બેઠા છે. જવાબદારી એકબીજા પર નાખવામાં આવી રહી છે, ત્યારે આવામાં તમે બાળકોને માત્ર એટલા માટે આવી ઝેરેલી હવામાં દોડાવી રહ્યાં છો કારણ કે રજાની જાહેરાત થઈ નથી!
વિશેષજ્ઞો કહે છે કે બાળકો, વૃદ્ધો જેટલું ખુલ્લામાં ઓછુ જાય, તે સારું રહેશે. આવામાં શાળાઓનું કોઈ પણ વિધ્ન વગર ખુલ્લી રહેવું તે આપણી સજાગતા, સંવેદનશીલતાનું પણ ખતરનાક સ્તર પર પહોંચી જવાનું પ્રમાણ છે. આવું એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે આપણે બાળકોને શાળાના ભરોસો છોડી દીધા છે. તેમના અંગે દરેક નિર્ણય લેવાનો હક શાળાના છે.
વાલીઓ આ અંગે પોતે નિર્ણય કેમ લેતા નથી. જનહિત અરજી દાખલ કરનારાની નજરમાં આ વાત એટલા માટે આવતી નથી કારણ કે બાળકો આપણી પ્રાથમિકતામાં છે જ નહીં. કારણ કે તેમના અંગે દરેક નિર્ણય શાળાએ લેવાનો છે.
સરકાર ફક્ત તેમના માટે ચિંતા હોવાનું પ્રદર્શન કરે છે, જે અઢાર વર્ષની ઉપર હોય. તેમની વોટ બેંકનો ભાગ હોય. બાળકો કોઈ પણ રાજકીય પક્ષોના વોટબેંકના રાજકારણમાં સમાતા નથી. આથી તેઓ કોઈ ચિંતાનો વિષય નથી. માતા પિતાને જ ફક્ત એ વિનંતી કરી શકાય છે કે તેઓ બાળકોને શાળા, સરકારના ભરોસે ન રહેવા દે!
બાળક સૌથી પહેલું તમારું છે! તમારા તમામ નિર્ણય, આ વાક્યને ધ્યાનમાં રાખીને લેવાવા જોઈએ.
બાળકોને પ્રદૂષણથી બચાવતા રહેવાની શુભકામના સાથે!
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે