ડિયર જિંદગી : જ્યારે ‘સૂર’ ન મળે …

ભરપુર વિવિધતા પછી પણ આપણા અંતરમનના અચેતન સૂર ક્યાંક તો મળે જ છે.  અપરિચીતોના આ સૂર જ્યારે એકબીજા સાથે તાલમેલ સાધે ત્યારે એ 'મિલે સુર મેરા તુમ્હારા'માંથી ‘હમારા’ સૂર બની જાય છે. આ રીતે જ જિંદગી પ્રિય થશે. 

ડિયર જિંદગી : જ્યારે ‘સૂર’ ન મળે …

‘મિલે સુર મેરા તુમ્હારા’ તો તમને યાદ જ હશે ! દૂરદર્શન પર પ્રસારિત થયેલા આ ગીતને જોવાની અને સાંભળવાની મજા એ સમયે આવતી હતી, આજે પણ એટલી જ આવે છે. આના દરેક દ્રશ્યમાં ભારતના દરેક ખૂણાના સ્વરને એક સુત્રમાં પરોવવામાં આવ્યો છે. આ ગીત 15 ઓગસ્ટ, 1988થી આપણને સતત ઉર્જા આપે છે અને સ્મૃતિમાં જળવાયેલું છે. 

‘ડિયર જિંદગી’ને આની યાદ કઈ રીતે આવી ! હકીકતમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી એના વાંચકોએ મરાઠી, ગુજરાતી અને બંગાળી અનુવાદ વાંચીને વાચકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સંવાદમાં વિવિધતા સાથે મનના તારમાં પણ સમાનતા પણ છે. ભરપુર વિવિધતા પછી પણ આપણા અંતરમનના અચેતન સૂર ક્યાંક તો મળે જ છે.  અપરિચીતોના આ સૂર જ્યારે એકબીજા સાથે તાલમેલ સાધે ત્યારે એ 'મિલે સુર મેરા તુમ્હારા'માંથી ‘હમારા’ સૂર બની જાય છે. આ રીતે જ જિંદગી પ્રિય થશે. 

તમારા જે સુત્ર મારા સુધી પહોંચ્યાચ છે એના પર આગામી કેટલાક હપ્તાઓ સુધી આપણે સંવાદ ચાલુ રાખીશું...

આજે બધી વાત થશે, 'સૂર' વિશે ! ભારતમાં જે રીતે લગ્ન અને જીવનસાથીની પસંદગીનું ચલણ છે એ પ્રક્રિયામાં 'સૂર'ની પસંદગી વાત તો દૂર પણ 'સૂર'ની ઓળખ તેમજ 'સૂર'નો તાલમેલ પણ બહુ મુશ્કેલ સાબિત થાય છે. આ વાતનું પરિણામ લગ્ન પછી લગ્નજીવનની જે જટિલતાઓ ઉભી થાય છે એમાં જોવા મળે છે. આ જટિલતાને સરળ શબ્દોમાં અણબનાવ તરીકે ઓળખવામાં આવે છે. 

એકબીજાને સમજ્યા કે ઓળખ્યા વગર જિંદગીની હોડીમાં સવાર થવાનું સરળ તો છે, પણ આવી રીતે પ્રવાસ કરવામાં સુનામી આવવાની આશંકા રહે છે. આખી દુનિયાની બારી તો આપણા આંગણામાં ખુલી ગઈ છે પણ અચેતન મનના ઉંડાણમાં સૂરનો તાલ મેળવ્યા વગર એને સાધી શકાતા નથી. 

મુશ્કેલ છે અલગઅલગ વાતવરણમાંથી આવતી બે વિવિધ વ્યક્તિઓ વચ્ચે તાલમેલ સાધવાનું ! તમે દલીલ કરી શકો છો કે એમાં નવું શું છે અને આ તો સદીઓથી થઈ રહ્યું છે. દાયકાઓથી તો તમે પણ એના સાક્ષી છો. આ એવો વળાંક છે જ્યાં તમે તમારા મનનો કચરો ફેંકીને એક નવો અભિગમ અપનાવાની દરકાર રાખો છો.

આપણા માટે આજે દુનિયાની બારી જેટલી ખુલી છે એટલી પહેલાં ક્યારેય નથી ખુલી. આ ખુલ્લાપણું જિંદગીમાં એવી રીતે આવ્યું છે જેના કારણે આપણી વચ્ચેનું અંતર બહુ ઘટી ગયું છે અને અને અનંત વિકલ્પ ખુલી ગયા છે. સ્ત્રી-પુરુષ સમાનતા અને જેન્ડરના મુદ્દે જેટલી સંવેદનશીલતા આજે છે એટલી પહેલાં ક્યારેય નહોતી. 

આની સૌથી સકારાત્મક અસર સમાજ અને જીવન પર થઈ છે જેના કારણે બાળકીઓ અને મહિલાઓના જીવનમાં તમામ દિશામાંથી પ્રકાશ આવવાની શરૂઆત થઈ છે. તેમના પર થોપવામાં આવેલા બંધનો અને સમાજની પકડ થોડા અંશે શિથિલ થઈ છે. 

પણ પુરુષ ! તેમના મન અને વિચારમાં બેઠેલા ‘સામંતી’ આચરણ અને વિચારસરણીનું આવરણ ઉતરવામાં હજુ બહુ સમય બાકી છે. આ ‘આવરણ’ સંબંધોમાં બહુ સમસ્યા ઉભી કરી છે. આના કારણે દાંપત્ય જીવનના સુત્ર વિખેરાઈ જાય છે. આમ, સ્ત્રી અને પુરુષના સૂર જ્યાં સુધી સમાન નહીં થાય ત્યાં સુધી જીવનમાંથી તણાવ અને ઉદાસીની છાયાને દૂર કરવાનું બહુ મુશ્કેલ છે. 

બંનેના એકબીજા માટેના ખુલ્લાપણા તેમજ બંનેની સમાનાત માટેની ઇચ્છા માટે એ સાધના અને તત્પરતા જરૂરી છે જે શાસ્ત્રીય ગાયક પોતાના સૂરને પકડવા માટે ભારે રિયાઝથી મેળવે છે. 

જિંદગીને પણ આવા જ રિયાઝની જરૂરી છે. જિંદગીની નવી અને અજાણ ગલીમાં પ્રવેશ કરતા યુવાન સંબંધોના સૂર પણ તાલમેલ સાધી શકે છે. વિવિધતા ક્યારેય સૂરના તાલમેલમાં સંકટ ઉભું નથી કરતી પણ સહાયકનું કામ કરે છે. આપણા મનમાં બસ આ સૂર સાથે તાલમેલ સાધવાની પ્રગાઢ આસ્થા હોવી જોઈએ.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news