ભારતમાં કઈ રીતે વધ્યા-ઘટ્યા કોરોનાના મામલા, જુઓ 1 માર્ચથી 21 એપ્રિલ સુધીના આંકડા
Coronavirus Cases in India : ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ 1200થી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરરોજ કઈ રીતે વધી રહ્યાં છે મામલા, જુઓ આંકડાનું લિસ્ટ.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા ઘટવાનું નામ લઈ રહ્યાં નથી. સોમવારે સતત ત્રીજા દિવસે 1200થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. સોમવારે 1267 નવા કેસની સાથે કુલ મામલાની સંખ્યા 18589 થઈ ગઈ છે. પરંતુ રવિવારે 10.3 ટકાના વધારા કરતા સોમવારે 7.3 ટકા મામલા વધ્યા હતા. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 595 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા કેટલાક દિવસોનીજેમ સોમવારે પણ સૌથી વધુ નવા મામલા મહારાષ્ટ્રથી આવ્યા જ્યાં 466 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. ત્યારબાદ ગુજરાત (196 કેસ), રાજસ્થાન (98) અને ઉત્તર પ્રદેશ (95)નો નંબર આવે છે.
મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત
હાલના દિવસોમાં ગુજરાતથી વધુ મામલા સામે આવ્યા છે. પરંતુ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં મહારાષ્ટ્ર છે, જ્યાં કુલ 4666 કન્ફર્મ કેસ છે. માત્ર મુંબઈમાં 3000 કતરા વધુ લોકો પોઝિટિવ થયા છે. મુંબઈમાં પ્રથમ 1000 કેસ સુધી પહોંચતા મહિનો લાગ્યો હતો, જ્યારે 2000નો આંકડો માત્ર 6 દિવસમાં પાર થઈ ગયો હતો. ચાર દિવસની અંદર કેસની સંખ્યા 3000 થઈ ગઈ છે. દિલ્હી બીજા સ્થાન પર છે જ્યાં 2081 મામલા સામે આવ્યા છે.
ભારતમાં આ રીતે વધ્યા કોરોનાના કેસ
1 માર્ચ સુધી | 3 |
2 માર્ચ | 6 |
5 માર્ચ | 29 |
6 માર્ચ | 30 |
7 માર્ચ | 31 |
8 માર્ચ | 34 |
9 માર્ચ | 39 |
10 માર્ચ | 45 |
12 માર્ચ | 60 |
13 માર્ચ | 76 |
14 માર્ચ | 81 |
15 માર્ચ | 98 |
16 માર્ચ | 107 |
17 માર્ચ | 114 |
18 માર્ચ | 151 |
19 માર્ચ | 173 |
20 માર્ચ | 236 |
21 માર્ચ | 315 |
22 માર્ચ | 396 |
23 માર્ચ | 480 |
24 માર્ચ | 519 |
25 માર્ચ | 606 |
26 માર્ચ | 694 |
27 માર્ચ | 854 |
28 માર્ચ | 918 |
29 માર્ચ | 1024 |
30 માર્ચ | 1215 |
31 માર્ચ | 1397 |
1 એપ્રિલ | 1834 |
2 એપ્રિલ | 2069 |
3 એપ્રિલ | 2547 |
4 એપ્રિલ | 3072 |
5 એપ્રિલ | 3577 |
6 એપ્રિલ | 4250 |
7 એપ્રિલ | 4789 |
8 એપ્રિલ | 5,274 |
9 એપ્રિલ | 5,865 |
10 એપ્રિલ | 6,761 |
11 એપ્રિલ | 7,529 |
12 એપ્રિલ | 8,447 |
13 એપ્રિલ | 9,352 |
14 એપ્રિલ | 10,815 |
15 એપ્રિલ | 11,933 |
16 એપ્રિલ | 12,759 |
17 એપ્રિલ | 13,835 |
18 એપ્રિલ | 14,792 |
19 એપ્રિલ | 16,116 |
20 એપ્રિલ | 17,656 |
21 એપ્રિલ | 18.589* |
ભારતમાં કોરોનાઃ અત્યાર સુધી 18601 કેસ આવ્યા સામે, 590 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 232 લોકોના મોત થઈ ચુક્યા છે. આ દેશના કોઈ રાજ્યમાં સૌથી મોટો આંકડો છે. સોમવારે ગુજકરાતમાં 196 નવા કેસ આવ્યા જેમાંથી અમદાવાદના 147 મામલા સામેલ છે. ઉત્તર પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 1258 થઈ ગઈ છે. તેમાંથી 814નું તબલિગી જમાતનું કનેક્શન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે