રાશિફળ 8 ઓગસ્ટ: આજની કામિકા એકાદશી આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, પ્રબળ ધનયોગ

રાશિફળ 8 ઓગસ્ટ: આજની કામિકા એકાદશી આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, પ્રબળ ધનયોગ

આજનું પંચાંગ

તારીખ

8 ઓગસ્ટ, 2018 બુધવાર

માસ

અષાઢ વદ બારશ (કામિકા એકાદશી)

નક્ષત્ર

મૃગશિર્ષ

યોગ

હર્ષણ

ચંદ્ર રાશી

મિથુન (કછઘ)

  1. અગિયારસનો ક્ષય છે
  2. કામિકા એકાદશીનો આજે ઉપવાસ કરવો. સર્વકામનાઓને પરિપૂર્ણ કરનારી આ કામીકા એકાદશી અતિ પવિત્ર ફળ પ્રદાન કરનારી છે.
  3. બુધવાર છે. વિષ્ણુભગવાનની ઉપાસના કરવી
  4. દક્ષિણાવર્તી શંખનું પૂજન કરવું.
  5. તુલસીદેવીનું પૂજન કરવું.
  6. આજે જરૂરિયાત મંદ વ્યક્તિને મગનું દાન અવશ્ય કરવું.
  7. બુધદેવનું યંત્ર ધારણ કર્યું હોય અથવા પન્નુ ધારણ કર્યું હોય તો આજે તેનું પૂજન અવશ્ય કરવું.

રાશી ભવિષ્ય (8-8-2018)

મેષ (અલઈ)

  • આજે પેટની બિમારીથી સાચવવું
  • કાર્યસ્થળે આવેશયુક્ત પરિસ્થિતિ રચાઈ શકે છે
  • મુસાફરીના યોગ પણ રચાયા છે
  • વેપારી મિત્રોને આજે નિરસતા જણાય

વૃષભ (બવઉ)

  • ધનસ્થાન પ્રબળ છે
  • પ્રિયજન પાસેથી સ્નેહ અને લાગણી મળે
  • સાથે સાથે આરોગ્ય પણ જાળવવું
  • સરકાર સાથે સંકળાયેલા જાતકોએ ધીરજ રાખવી

મિથુન (કછઘ)

  • પોતાનામાં ખર્ચ થાય
  • પરિવારમાં થોડું વૈમનસ્ય સર્જાઈ શકે છે
  • જીવનસાથી ચર્ચાનું મુખ્ય કારણ બની શકે છે
  • આજે સંયમપૂર્વક દિવસ વિતાવવો પડશે

કર્ક (ડહ)

  • ક્રોધ ઉપર આજે કાબૂ રાખવો
  • મોસાળ પક્ષ સાથે મનદુખ થઈ શકે છે
  • બપોર પછીનો સમય આપના માટે સાનુકૂળ થશે
  • સાંધાને અનુલક્ષીને તકલીફ થઈ શકે છે.

સિંહ (મટ)

  • આજે શત્રુકષ્ટ થઈ શકે છે
  • અભિમાનની વાણીનો ત્યાગ કરવો
  • મિત્રો સાથે સંબંધોમાં તિરાડ પડી શકે
  • જાહેરજીવન સાથે જોડાયેલાને લાભ

કન્યા (પઠણ)

  • આજે ભાગ્ય આપને સહકાર આપે
  • ધાર્યું કામ પાર પડે તેવું પણ દર્શાવે છે
  • ઈલેક્ટ્રોનીક વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
  • માતા પિતા સાથે વૈમનસ્ય ટાળવું

તુલા (રત)

  • માતાનું આરોગ્ય જાળવવું
  • વાહન અકસ્માતથી સાવધાન રહેવું
  • સંતાન સાથે અનાવશ્યક ચર્ચા થાય
  • જીવનસાથીનું આરોગ્ય અવશ્ય જાળવવું

વૃશ્ચિક (નય)

  • પ્રેમના આવેગ પૂર્ણ કળાએ ખિલ્યા છે
  • પતિ-પત્ની આજે એકમનથી કાર્ય કરશો
  • અચાનક લાભ પ્રાપ્ત થઈ શકે છે
  • વિલવારસાના સંદર્ભે સારા સમાચાર મળી શકે

ધન (ભધફઢ)

  • સવારના સમયમાં ભાગ્યનો સાથ મળે
  • વેપારના સ્થાને મનદુખ થઈ શકે છે
  • પીઠના દર્દથી સાવધ રહેવું
  • ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે છે

મકર (ખજ)

  • પ્રતિપક્ષ સાથે સુમેળ રાખવો
  • ગુસ્સો નહીં પણ મનમાં ચીડ આવી શકે છે
  • આજે વાગવા પડવાથી સંભાળવું
  • જીવનસાથી દ્વારા ધનસ્થાન પ્રબળ બને

કુંભ (ગશષસ)

  • સંતાનની બિમારી આપને સતાવે
  • જીવનસાથીનું આરોગ્ય પણ જાળવવું
  • આજનો દિવસ આરોગ્યની દરકાર રાખવાનો છે
  • શ્રી વિષ્ણવૈ નમઃ મંત્રનો જાપ કરજો

મીન (દચઝથ)

  • ધર્મમાં આસ્થા વધે
  • સંતાનનું સ્થાનાંતર દર્શાવે છે
  • સહકાર્યકર્તા આપને મૂંઝવણમાં મૂકી શકે છે
  • અચાનક લાભ પણ મળી શકે છે

 

જીવનસંદેશ – આજકાલ એક વાક્ય ખૂબ સાંભળવા મળે છે... એ છે- મારું ટ્યૂનીંગ ન થયું.. કે ટ્યૂનીંગ સારું થઈ ગયું.

અમિત ત્રિવેદી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news