રાશિફળ 29 જૂન: આ રાશિના જાતકોનું પ્રારબ્ધ આજે ખુબ બળવાન, જાણો આજનું પંચાગ અને દિન મહિમા

દરેક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જાણો.

રાશિફળ 29 જૂન: આ રાશિના જાતકોનું પ્રારબ્ધ આજે ખુબ બળવાન, જાણો આજનું પંચાગ અને દિન મહિમા

આજનું પંચાંગ

 

તારીખ 29, જૂન, 2018, શુક્રવાર

માસ જેઠ વદ પડવો એટલે કૃષ્ણપક્ષની એકમ છે.
નક્ષત્ર પૂર્વાષાઢા
યોગ ઇન્દ્ર
ચંદ્ર રાશી ધન
અક્ષર ભધફઢ
ભાગ્યાંક 1

 

દિન મહિમા

  • રાજયોગ બપોરે 12.41 થી બપોરે 3.23 સુધી
  • ચંદ્ર પૂ.ષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. આ નક્ષત્રનો સ્વામી શુક્ર દેવ છે. માટે આજે
  • આપ લક્ષ્મીજીની ઉપસના કરજો.
  • સિદ્ધિલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરજો.
  • ઘરમાં શ્રી યંત્ર હોય તો દૂધમાં મધ તેમજ કેસર ભેળવી શ્રીયત્ર ઉપર આ મંત્ર બોલી
  • અભિષેક કરજો...
  • ઓમ શ્રીમ ક્લીં કમલેકમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ ક્લીં શ્રી મહાલક્ષ્મૈ નમઃ

મેષ (અલઈ)

  • અચાનક ધન લાભ સૂચવે છે.
  • આરોગ્યની જાળવણી કરવાની રહેશે.
  • જેમને હૃદય સંબંધી સમસ્યા હોય તેમણે ખાસ સાચવવાનું રહેશે.
  • મનમાં ઓમ નમઃ શિવાયનો મંત્રજાપ કરજો દિવસ શાંતિપૂર્વક
  • પસાર થશે.

વૃષભ (બવઉ)

  • આજે પ્રણયીજનોને મીઠાં ઝઘડા પણ થાય.
  • કાપડના વેપારીઓને લાભ મળતો દેખાય છે.
  • આજે પેલા ગીતની પંક્તિ સ્હેજ યાદ કરી લેજો... કભી કીસી કો મુકંમલ જહાં નહીં મિલતા...
  • થોડું ચલાવી લેવાનો અભિગમ અપનાવજો.

મિથુન (કછઘ)

  • સમસ્યાઓ હળવી થઈ છે.
  • પણ સંપૂર્ણપણે શાંત નથી થઈ.
  • સંધ્યા સમયે થોડું મન ઊચાટમાં રહે.
  • ધનસ્થાન પ્રબળ દેખાય છે.

કર્ક (ડહ)

  • કાર્યક્ષેત્રે ઘણું કામ પહોંચે.
  • શોધ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સંતોષજનક પરિસ્થિતિ રહેશે.
  • આકરી વાણી ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખવું.
  • સરકાર સંબંધી કાર્યોમાં સાવચેતી રાખવી.

સિંહ (મટ)

  • ખોટો નિર્ણય લેવાઈ જવાની શક્યતા છે.
  • તમને ઘરમાં પોતાનું માન-સન્માન ઓછું થતું લાગે.
  • પણ હા, જો આપ ધાર્મિક પ્રવૃત્તિ સાથ જોડાયેલા હો તો આપને માટે સંતોષજનક પરિસ્થિતિ છે.

કન્યા (પઠણ)

  • ગાઢ સંબંધો દેખાય છે.
  • કુંવારા યુવક-યુવતીઓ જો સારા મિત્રો હોય તો આજે તે મિત્રતા પ્રણયીજનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
  • પણ, ઘરમાં અશાંતિ ખોરવાય નહીં તે જોવું.

તુલા (રત)

  • આજે તમે મગજ ખૂબ કસો.
  • પરિસ્થિતિને શીર્ષાસન કરાવવાની ક્ષમતા છે આપમાં.
  • રાજકીય ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, વળી જે લેબરવર્ક કરતા હોય તેમને સાનુકૂળતા રહેશે.

વૃશ્ચિક (નય)

  • જીવનસાથી સાથે આજે પ્રેમમાં ભીંજાવાનું છે. એટલે કે, સંબંધોમાં નવી તાજગી દેખાય.
  • જેમ જેમ દિવસ વીતે તેમ તેમ પ્રફુલ્લિતતા પણ વધે.
  • આપના માટે આનંદપ્રદ દિવસ છે.

ધન (ભધફઢ)

  • માતા તરફથી કોઈ વારસો મળી શકે.
  • અન-અપેક્ષિત ધનલાભ થઈ શકે.
  • પણ જો આપ ગુહ્યરોગથી પીડાતા હોવ તો સાવચેતી રાખજો.

મકર (ખજ)

  • અસ્થિભંગની આછી શક્યતા છે સાચવજો.
  • સ્ત્રી જાતકો માટે આનંદમય દિવસ છે.
  • પણ વૈવાહિક જીવનમાં થોડી ચડભડ રહે.
  • પતિ-પત્નીનો મામલામાં આખા કુટુંબનો મૂડ ન ખરાબ થાય તે જોવું પડશે.

કુંભ (ગશષસ)

  • પોતાના જ્ઞાતીજનોથી લાભ રહે.
  • કોઈ સીઝનલ બિમારીથી પીડાતા હોવ તો આજે રાહત મળે.
  • સંતાન સંબંધી કાર્યમાં સફળતા મળે.
  • આજે રાત્રે મોડે સુધી કાર્ય કરવું પડે તેવું દેખાય છે.

મિન (દચઝથ)

  • પ્રારબ્ધ બળવાન છે.
  • સૂક્ષ્મ અવલોકનમાં આજે રસ પડે.
  • દાક્તરી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે સંતોષજનક પરિસ્થિતિ રહે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news