તારીખ
|
21 ઓગસ્ટ, 2018 મંગળવાર
|
માસ
|
શ્રાવણ સુદ 11 (પવિત્રા એકાદશી છે)
|
નક્ષત્ર
|
મૂળ
|
યોગ
|
વિષ્કુંભ
|
ચંદ્ર રાશી
|
ધન (ભ, ધ, ફ, ઢ)
|
- આજે મંગળવાર છે, સાથેસાથે પવિત્ર એકાદશી પણ છે. માટે, ગણેશજીની ઉપાસના તો કરી જ શકાય સાથે સાથે શક્ય હોય અને સ્વાસ્થ્ય સાથ આપતું હોય તો એકાદશીનું વ્રત પણ કરી શકો છો.
- રવિયોગ અને કુમારયોગ ચાલી રહ્યા છે જે રાત્રે 12.35 વાગ્યે પૂર્ણ થશે.
મેષ (અલઈ)
|
- કાર્ય પરીવર્તનનો યોગ રચાયો છે
- વેપારમાં આરોહ-અવરોહની સ્થિતિ રચાઈ શકે
- ઘરમાં કોઈ વડીલ વ્યક્તિથી લાભ થઈ શકે છે
|
વૃષભ (બવઉ)
|
- ઊચ્ચ વિચારો સાથે દિવસનો પ્રારંભ થાય
- કર્મચારી સાથે વૈમનસ્ય સર્જાય
- નાના-ભાઈ બહેન સાથે પણ મતભેદ થઈ શકે છે
|
મિથુન (કછઘ)
|
- બપોર પછી આપને લાભ થઈ શકે છે
- મોટાભાઈ સાથે મનભેદ થશે અથવા જો થયો હોય તો આજે સુમેળ પણ થઈ શકે છે
- જીવનસાથી સાથે થોડું ઘર્ષણ પણ થઈ શકે છે
- પણ આજે કાર્યમાં તમારી પકડ અવશ્ય રહેશે
|
કર્ક (ડહ)
|
- આરોગ્યનો પ્રશ્ન આજે વિકટ થઈ શકે છે
- નોકરીમાં બદલીના યોગ પણ રચાયા છે
- સંતાન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે
|
સિંહ (મટ)
|
- તમારું આત્મબળ બળવાન
- પરિસ્થિતિનું નિરાકરણ તેની વચ્ચે રહીને આવશે
- ભાગેડૂ વૃત્તિ ધરાવતા નહીં, એટલે કે કાર્યને અધવચ્ચેથી તમે મૂકી ન દેશો
|
કન્યા (પઠણ)
|
- આજે ઘરમાં કોઈ શુભ કાર્ય કરવું હોય તો ટાળજો
- પેટની બિમારીથી સાચવવું પડશે
- ભાગ્ય ધીમી પણ મક્કમ ગતિએ સાથ આપી રહ્યું છે
|
તુલા (રત)
|
- સૂક્ષ્મ અભ્યાસથી આપ કાર્ય પાર પાડી શકશો
- સંબંધોમાં ગૂંચ ઊભી ન થાય તે જોવું
- આજે આપ વધુ પડતા વ્યસ્ત રહો તેવું દર્શાવે છે
|
વૃશ્ચિક (નય)
|
- કાર્ય અધવચ્ચેથી પડતું મૂકાય અને નવું કાર્ય હાથ પર લેવું પડે તેવી શક્યતા રચાઈ છે
- પારિવારીક જીવનમાં સંયમ રાખવો
- જીવનસાથીનો સહકાર મળી રહેશે
|
ધન (ભધફઢ)
|
- ટૂર્સ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
- રમતગમત ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ
- બાંધકામ ક્ષેત્રે જોડાયેલા વ્યવસાયિકોને પણ લાભ
|
મકર (ખજ)
|
- પતિ-પત્ની વચ્ચે વૈમનસ્ય સર્જાય
- ભાગીદારી પેઢીમાં પણ મતભેદ થઈ શકે છે
- પણ છેવટે ઘીના ઠામમાં ઘી ઢળશે, ચિંતાનું કોઈ કારણ નથી
- હાડકાની બિમારીથી સાવચેત રહેવું
|
કુંભ (ગશષસ)
|
- દૈનિક આવકમાં વૃદ્ધિ થઈ શકે છે
- રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને લાભ
- મેડીકલ ક્ષેત્રે જોડાયેલા જાતકોને પણ સાનુકૂળતા
|
મીન (દચઝથ)
|
- સંતાનનું આરોગ્ય જોખમાઈ શકે છે
- વેપારી મિત્રોને સલાહ- માલનો અતિ ભરાવો ન કરે
- આજે ઉધારી આપવાથી બચે, પૈસાનું ફસાઈ શકે છે
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે