Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાતમાં તબાહી મચે તેવા એંધાણ, 6 જિલ્લા પર ખતરો
Biparjoy Cyclone: પ્રચંડ વાવાઝોડા બિપરજોયના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી તટ વચ્ચે 15 જૂનના રોજ પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને કાંઠા વિસ્તારોમાં તૈનાત કરી રહી છે
Trending Photos
Weather Update: પ્રચંડ વાવાઝોડા બિપરજોયના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી તટ વચ્ચે 15 જૂનના રોજ પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને કાંઠા વિસ્તારોમાં તૈનાત કરી રહી છે તથા છ જિલ્લાઓમાં આશ્રયકેન્દ્ર સ્થાપિત કરશે.
હાલ શું છે વાવાઝોડાની સ્થિતિ
તોફાન કાંઠા વિસ્તારમાં કયા સ્થાને ટકરાશે તે અંગે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે 13થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ થવાના અને પવન ફૂંકાવવાથી કચ્છ, જામનગર, મોરબી, ગિર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચક્રવાતથી પ્રભાવિત થાય તેવી શક્યતા છે. હાલ આ વાવાઝોડું પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોયી વાત કરીએ તો હાલ આ વાવાઝોડું મુંબઈથી 540 કિમી, પોરબંદરથી 360 કિમી, દ્વારકાથી 400 કિમી, નલિયાથી 660 કિમી અને કરાચીથી 660 કિમી દૂર છે. એવું કહેવાય છે કે વાવાઝોડું બિપરજોય માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ 125થી 135 કિમી રહેશે જે 150 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. હાલ આ બિપરજોય નામનું તોફાન એકસ્ટ્રીમ સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે.
ચક્રવાતી તોફાનના ગુજરાતના તટોથી ટકરાવવાના પરિણામ સ્વરૂપે અહીં ઉત્તરી અને પશ્ચિમ કાંઠા જિલ્લાઓમાં 2-3 મીટરની તોફાની લહેરો, છાપરાવાળા ઘરોનો વિનાશ, પાકા ઘરો અને રસ્તાઓને નુકસાન, પૂર, ઊભા પાક, વૃક્ષારોપણ અને બાગોને મોટા પાયે નુકસાન, તથા રેલવે, વિજળી લાઈનો અને સિગ્નલ સિસ્ટમના ખરાબ થવાની આશંકા છે. ભારત સ્થિતિ ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર (આરએસએમસી)એ એક બુલેટિનમાં આ જાણકારી આપી છે.
વાવાઝોડાની આફતને પહોંચી વળવા કેવી છે ગુજરાતની તૈયારી?#CycloneBiparjoy #CycloneAlert #CycloneBiparjoyUpdate #Gujarat #BiparjoyCyclone pic.twitter.com/1KnKcUTqaf
— Zee 24 Kalak (@Zee24Kalak) June 11, 2023
બિપરજોય જે પહેલેથી જ ખુબ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિણમી ચૂક્યું છે તે તાકાતની રીતે બીજી સૌથી ઊંચી શ્રેણી છે. જે રવિવારે સાંજે મુંબઈથી લગભગ 540 કિમી પશ્ચિમમાં સ્થિત હતું. રવિવારે સાંજે ચક્રવાતી બુલેટિનમાં કહેવાયુ છે કે તેના 14જૂનના રોજ સવાર સુધીમાં લગભગ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે પછી તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને 15 જૂનના રોજ બપોર સુધીમાં માંડવી અને પાકિસ્તાનમાં કરાચી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા પાકિસ્તાનની આજુબાજુના તટોને પાર કરશે.
આઈએમડીએ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં 14 અને 15 જૂનના રોજ ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે. બુલેટિનમાં કહ્યું છે કે 14 જૂનના રોજ કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની અને પ્રભાવિત જિલ્લાઓમાં 15 જૂનના રોજ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની વકી છે. હવામાન ખાતાએ કહ્યું કે પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર બિપોરજોય રવિવારે સાંજે સાડા ચાર વાગે આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું.
હવામાન ખાતાએ પ્રભાવિત થનારા વિસ્તારોમાં માછલી પકડવા સંબંધિત ગતિવિધિઓને સંપૂર્ણ રીતે રોકવાની સલાહ આપી છે. માછીમારોને 12થી 15 જૂન વચ્ચે મધ્ય અરબ સાગર અને ઉત્તરી અરબ સાગર તથા 15 જૂન સુધી સૌરાષ્ટ્ર કચ્છના તટોની પાસે ન જવાના નિર્દેશ આપ્યા છે. આઈએમડીએ સમુદ્રમાં ગયેલા લોકોને કાંઠા પર પાછા ફરવાની સલાહ આપી છે. કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ તટથી લાગેલા સમુદ્રમાં પાણી બુધવાર સુધી અસ્થિર રહેશે અને ગુરુવારે તે વધી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે