IMA એ સરકાર અને લોકોને ચેતવ્યા, કહ્યું- ત્રીજી લહેરનું કારણ બની શકે છે આ ઘટનાઓ
Coronavirus News: ડોક્ટરોની સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, પર્યટકોનું આગમન, તીર્થયાત્રાઓ, ધાર્મિક ઉત્સાહ જરૂરી છે પરંતુ વધુ થોડા મહિના રાહ જોઈ શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) સરકાર અને લોકોની ચેતવણી આપી છે. કોરોના નિયમોમાં છુટછાટ આપવા અને પ્રોટોકોલનું પાલન કર્યા વગર મોટી સંખ્યામાં ભેગા થઈ રહેલા લોકોને લઈ મેડિકલ એસોસિએશને સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
મેડિકલ એસોસિએશને એક નિવેદનમાં કહ્યું, પર્યટકોનું આગમન, તીર્થયાત્રાઓ, ધાર્મિક ઉત્સાહ જરૂરી છે પરંતુ વધુ થોડા મહિના રાહ જોઈ શકાય છે. ચિકિત્સક સંગઠનોએ કહ્યું કે વૈશ્વિક પૂરાવા અને કોઈપણ મહામારીના ઈતિહાસથી જાણવા મળે છે કે "ત્રીજી લહેર અનિવાર્ય અને નિકટવર્તી" છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે- પરંતુ આ ઉલ્લેખ કરવો દુખદ છે કે આ નાજુક સમયમાં, જ્યારે દરેકે ત્રીજી લહેરની સંભાવનાઓને ઘટાડવા માટે કામ કરવાની જરૂર છે. દેશના ઘણા ભાગમાં સરકારો અને લોકો ઢીલ મુકી રહ્યાં છે તથા કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વગર મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં છે. પર્યટકોના આગમન, તીર્થયાત્રાઓ અને ધાર્મિક ઉત્સવ આ બધુ જરૂરી છે પરંતુ થોડા મહિના રાહ જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ NEET UG 2021 Date: શિક્ષણ મંત્રીએ નીટની પરીક્ષાની તારીખ જાહેર કરી, મંગળવારથી થઈ શકશે અરજી
આઈએમએએ કહ્યું- તેની મંજૂરી આપવી અને લોકોનું રસીકરણ કરાવ્યા વગર આ ભીડમાં સામેલ થવું કોરોનાની ત્રીજી લહેરમાં યોગદાન આપી શકે છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું આ નિવેદન બજારો અને હિલ સ્ટેશનો પર લોકોની ભીડ, ઓડિશાના પુરીમાં વાર્ષિક રથયાત્રા શરૂ થવાના દિવસે અને ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડમાં કાવડ યાત્રાની મંજૂરી આપવાની ચર્ચા વચ્ચે આવ્યું છે. મેડિકલ એસોસિએશને દરેક રાજ્યોને ભીડ રોકવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે