Alert! દેશના 3 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, અહીં મળ્યાં સૌથી વધુ કેસ 

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટી પડી અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. હવે તેનાથી પણ એક ડગલું આગળ નવા વેરિએન્ટે જન્મ લીધો છે જેને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta Plus Variant) નામ અપાયું છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ નવા વેરિએન્ટના કેસ પણ જોવા મળી રહ્યા છે. 
Alert! દેશના 3 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, અહીં મળ્યાં સૌથી વધુ કેસ 

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટી પડી અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. હવે તેનાથી પણ એક ડગલું આગળ નવા વેરિએન્ટે જન્મ લીધો છે જેને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta Plus Variant) નામ અપાયું છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ નવા વેરિએન્ટના કેસ પણ જોવા મળી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં મળ્યા 21 કેસ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે તેમાંથી 9 કેસ રત્નાગીરી, 7 જળગાંવ, 2 મુંબઈ અને 1-1 સિંધુદુર્ગ, થાણે અને પાલઘર જિલ્લાથી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે હવે જીનોમ સિક્વેન્સિંગનો નિર્ણય લીધો છે અને દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે 15મી મેથી અત્યાર સુધીમાં 7500 નમૂના લેવાયા છે જેમાં ડેલ્ટા પ્લસના લગભગ 21 કેસ છે. 

આ બાજુ દક્ષિણના રાજ્ય કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટે દસ્તક આપી છે. અહીંના બે જિલ્લા પલક્કડ અને પથનમથિટ્ટાથી ભેગા કરાયેલા સેમ્પલથી ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ઓછામાં ઓછા 3 કેસ સામે આવ્યા છે. પથનમથિટ્ટાના જિલ્લાધિકારી ડો.નરસિમ્હુગરી ટીએલ રેડ્ડીએ કહ્યું કે જિલ્લાના કાડાપરા પંચાયતનો એક ચાર વર્ષનો બાળક વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત જોવા મળ્યો. 

અધિકારીઓએ કહ્યું કે પ્રશાસને તેના પ્રસારને રોકવા માટે બે જિલ્લાના પ્રભાવિત ક્ષેત્રોમાં કડક પગલાં લીધા છે. ગત અઠવાડિયે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી કે પોલે કહ્યું હતું કે નવા શોધાયેલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટને હજુ સુધી ચિંતાજનક ગણવામાં આવ્યો નથી. 

ભોપાલમાં પહેલો કેસ
મધ્ય પ્રદેશના ભોપાલથી ડેલ્ટા વેરિએન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. રાજધાનીમાં ગુરુવારે 65 વર્ષની એક મહિલા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. મધ્ય પ્રદેશમાં મહામારીની બીજી લહેરનો પ્રભાવ ઘટી રહ્યો છે અને સંક્રમણના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ અપાઈ રહી છે. 

અધિકારીઓના જણાવ્યાં મુજબ મહિનાના નમૂના 23મી મેના રોજ લેવાયા હતા. ગત બુધવારે એનસીડીસીથી મળેલા રિપોર્ટમાં તેના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે મહિલા કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા હતા. 

કેટલાક રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી પહેલા મળી આવનારા કોવિડ-19ના સૌથી વધુ ચેપી ડેલ્ટા વેરિએન્ટ B.1.617.2 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ફેરવાયાની આશંકા છે. ડેલ્ટા વેરિએન્ટની સૌથી પહેલી ઓળખ ભારતમાં થઈ અને દેશમાં બીજી લહેર માટે અને બ્રિટન સહિત અન્ય જગ્યાઓ પર ચેપના પ્રસારમાં તેની મહત્વની ભૂમિકા રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news