દેશ માટે કેમ જરૂરી હતું 40 દિવસનું Lockdown, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ

પહેલાં 21 દિવસનું લોકડાઉન અને હવે 3 મે સુધી લોકડાઉનના પ્રશ્ન પર સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દેશના લોકોને કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ માટે ચેન ઓફ ટ્રાંસમિશનને તોડવું જરૂરી છે અને જો 28 દિવસ કોઇ વિસ્તારમાં કોઇ કેસ આવતો નથી તો માનવામાં આવે છે કે ચેન ઓફ ટ્રાંસમિશન ત્યાંનું તૂટી ગયું. 

દેશ માટે કેમ જરૂરી હતું 40 દિવસનું Lockdown, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ

નવી દિલ્હી: પહેલાં 21 દિવસનું લોકડાઉન અને હવે 3 મે સુધી લોકડાઉનના પ્રશ્ન પર સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દેશના લોકોને કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ માટે ચેન ઓફ ટ્રાંસમિશનને તોડવું જરૂરી છે અને જો 28 દિવસ કોઇ વિસ્તારમાં કોઇ કેસ આવતો નથી તો માનવામાં આવે છે કે ચેન ઓફ ટ્રાંસમિશન ત્યાંનું તૂટી ગયું. 

તો બીજી તરફ 3 અઠવાડિયા પહેલાં લોકડાઉન કર્યું છે અને પછી 3 મે સુધી તેને વધારવામાં આવ્યું છે, જેથી તે દરેક વિસ્તારમાં સુનિશ્વિત થઇ જાય કે ક્યાંય પણ ચેન ઓફ ટ્રાંસમિશન કોરોના સંક્રમણ ન રહે.

કેન્દ્ર સરકારના મંત્રાલયોની જોઇન્ટ પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ફરી એકવાર દેશ સમક્ષ આ તસવીર સ્પષ્ટ થઇ ગઇ છે કે 28 દિવસથી વધુનું લોકડાઉન આ વાતને કન્ફોર્મ કરવા માટે જરૂરી છે કે ક્યાંય પણ સંક્રમણ થઇ રહ્યું નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશભરમાં કોવિડ-19નો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યોના સહયોગથી અત્યાર સુધી 602 કોવિડ 19 સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 

આ સાથે જ ગૃહ મંત્રાલય દ્વારા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્ટેટમાં લોકડાઉન ઇન ફોર્સ કરવા માટે વ્યાપક રીતે કામ ચાલી રહ્યું છે. ગૃહ મંત્રાલયનો કંટ્રોલ રૂમ લગભગ 5000 ફરિયાદોનું નિવારણ કરી ચૂક્યો છે. 20000 Grievance સેન્ટર દેશભરમાં બનાવવામાં આવ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં દરેક રાજ્યમાં મેડિકલ ઇક્વિપમેંટ્સ અને જરૂરી સામાન ઝડપથી પહોંચાડવામાં આવી રહ્યો છે, 218 લાઇફ લાઇન કાર્ગો ઉડાનથી દેશભરના વિભિન્ન રાજ્યોમાં મેડિકલ ઇક્વિપમેંટ્સ પહોંચાડવામાં આવ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને શહેરના સંક્રમણની દ્વષ્ટિએ Evaluation થશે અને ત્યારબાદ જ નક્કી કરવામાં આવશે કે ક્યાં છૂટ આપવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news