Corona Update: રસીકરણ શરૂ થતા પહેલા સામે આવી મોટી ગડબડી, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

કોરોના (Corona) મહામારીને માત આપવા માટે સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. પીએમ મોદી (PM Narendra Modi) એ તાજેતરમાં આ અભિયાનને સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક મોટી ગડબડી સામે આવી છે. 

Corona Update: રસીકરણ શરૂ થતા પહેલા સામે આવી મોટી ગડબડી, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

લખનઉ: કોરોના (Corona) મહામારીને માત આપવા માટે સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. પીએમ મોદી (PM Narendra Modi) એ તાજેતરમાં આ અભિયાનને સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક મોટી ગડબડી સામે આવી છે. અહીં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પહેલી હરોળના લાભાર્થીઓની જે સૂચિ બનાવવામાં આવી છે તે લિસ્ટમાં રિટાયર્ડ નર્સ, મૃતક નર્સ, અને રાજીનામું આપી  ચૂકેલી નર્સોના નામ પણ સામેલ છે. યાદી અયોધ્યાની Dufferin Hospitalના આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા પહેલા પહેલા જ નક્કી કરી લેવાયું હતું કે પહેલી હરોળના લોકોને કોરનાની રસી સૌથી પહેલી આપવામાં આવશે. આ યાદીમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને સામેલ કરાયા છે. પરંતુ અયોધ્યા જિલ્લામાં લાભાર્થીઓની યાદીમાં મોટી ગડબડી જોવા મળી. અહીં મૃતક નર્સ, રિટાયર્ડ નર્સ અને રાજીનામું આપી ચૂકેલી નર્સોના નામ પણ સામેલ છે. 

અત્રે જણાવવાનું કે આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રતાપ સિંહે તપાસના આદેશ આપ્યા છે અને આવી ઘોર બેદરકારી વર્તવા બદલ કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. 

Total cases: 1,04,95,147
Active cases: 2,14,507
Total discharges: 1,01,29,111
Death toll: 1,51,529 pic.twitter.com/xdqdECtZaa

— ANI (@ANI) January 13, 2021

કોરોના લેટેસ્ટ અપડેટ, દેશમાં નવા 15,968 દર્દીઓ નોંધાયા
આ બાજુ દેશમાં કોરોનાના કહેરની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આજે સવારે બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 15,968 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,04,95,147 પર પહોચ્યો છે. જેમાંથી હાલ 2,14,507 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 1,01,29,111 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 202 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,51,529 પર પહોંચી ગયો છે. 

— ANI (@ANI) January 13, 2021

કુલ 18,34,89,114 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,34,89,114 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 8,36,227 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે 12મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news