યોગી સરકાર આ હજ હાઉસમાં બનાવશે Coronaના દર્દીઓ માટે 500 બેડનું આઇસોલેશન સેન્ટર 

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવા માટે દરેક સ્તરે પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના અર્થલામાં બનેલા આલિશાન હઝરત હજ  હાઉસને 500 બેડના આઇસોલેશન સેન્ટરમાં બદલવાનો નિર્ણય કર્યો છે. 

યોગી સરકાર આ હજ હાઉસમાં બનાવશે Coronaના દર્દીઓ માટે 500 બેડનું આઇસોલેશન સેન્ટર 

ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવા માટે દરેક સ્તરે પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના અર્થલામાં બનેલા આલિશાન હઝરત હજ  હાઉસને 500 બેડના આઇસોલેશન સેન્ટરમાં બદલવાનો નિર્ણય કર્યો છે. આ આઇસોલેશન સેન્ટરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને રાખવામાં આવશે. આઇસોલેશન સેન્ટર બનાવતા પહેલાં ઉત્તર પ્રદેશ પ્રશાસન અધિકારીઓ સિવાય લઘુમતિ બોર્ડના અધિકારીઓએ પણ હજ  હાઉસનું નિરીક્ષણ કર્યું છે. 

ગાઝિયાબાદના આ હજ હાઉસમાં અનેક મોટા રૂમ છે  અને દર્દીઓની આવશ્યકતા માટે જરૂરી તમામ સુવિધા છે અને આ કારણે જ પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગે આ હજ હાઉસને આઇસોલેશન સેન્ટરમાં બદલવાનો પ્રયાસ કર્યો્ છે. આ 500 બેડના આઇસોલેશન સેન્ટરમાં ગાઝિયાબાદ જિલ્લા હોસ્પિટલના ડોક્ટર્સ ફરજ નિભાવશે. આ હજ હાઉસને આવતા ત્રણથી ચાર દિવસોમાં કોરોના આઇસોલેશન સેન્ટરમાં તબદિલ કરવામાં આવશે. ગાઝિયાબાદના જિલાધિકારી શૈલેન્દ્ર કુમારે કહ્યું છે ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પછી જ હજ હાઉસને આઇસોલેશન સેન્ટરમાં બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંદિગ્ધોને 14થી 28 દિવસો સુધી આઇસોલેશન સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જો કોઈ દર્દી પોઝિટીવ હશે તો તેને ઇલાજ માટે દિલ્હી મોકલવામાં આવશે. ગાઝિયાબાદમાં આ  હજ હાઉસનું નિર્માણ સમાજવાદી પાર્ટીની સરકારે કર્યું હતું. 

લેટેસ્ટ માહિતી પ્રમાણે ચીન પછી કોરોના વાયરસ દુનિયાના 70 કરતા વધારે દેશોમાં ફેલાઈ ચુક્યો છે. ભારતમાં અત્યાર સુધી 31 લોકોને આ વાયરસનો ચેપ લાગી ચુક્યો છે જેમાં ઇટાલીથી ભારત ફરવા આવેલા 15 ટુરિસ્ટ અને તેમના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, ગાઝિયાબાદ તેમજ કેરળમાં કોરોનાના ચેપના કિસ્સાઓ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news