પંજાબમાં સીએમ ભગવંત માને મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, પોતાની પાસે રાખી મહત્વની જવાબદારી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તમામ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. મુખ્યમંત્રીએ પોતાની પાસે ગૃહ મંત્રાલયની જવાબદારી રાખી છે. હરપાલ ચીમાને પંજાબના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. 
 

પંજાબમાં સીએમ ભગવંત માને મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, પોતાની પાસે રાખી મહત્વની જવાબદારી

ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. મુખ્યમંત્રીએ ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યો છે. તો હરપાલ ચીમાને પંજાબના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણને લઈને અનેક વચનો આપ્યા હતા. મુખ્યમંત્રી માને આ વચન પૂરા કરવાની જવાબદારી ગુરમીત સિંહ મીત હાયરને સોંપી છે. 

શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરવાનું વચન આમ આદમી પાર્ટીએ આપ્યું હતું. હવે ડો. વિજય સિંઘલાને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. હરજોત એસ બૈંસ કાયદા અને પ્રવાસન મંત્રી હશે. સામાજિક સુરક્ષા, મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી ડો. બલજીત કૌરને સોંપવામાં આવી છે. 

આમ આદમી પાર્ટીની સરકારમાં હરભજન સિંહ વીજળી મંત્રી હશે. લાલ ચંદને ફૂડ અને સપ્લાય વિભાગ આપવામાં આવ્યો છે. તો કુલદીપ સિંહ ધાલીવાલને ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રીની જવાબદારી આપવામાં આવી છે. લાલજીત સિંહ ભુલ્લર પરિવહન મંત્રી બન્યા છે. બ્રમ શંકરની પાસે પાણીની સાથે-સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ રહેશે.

આમ આદમી પાર્ટીના દસ ધારાસભ્યોએ શનિવારે પંજાબના મંત્રી પદે શપથ લીધા હતા. તેમાં હરપાલ સિંહ ચીમા, હરભજન સિંહ, ડો. વિજય સિંગલા, લાલ ચંદ, ગુરમીત સિંહ મીત હેયર, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રમ શંકર, હરજોત સિંહ બૈંસ અને ડો. બલજીત કૌર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news