રંજન ગોગોઈ બાદ આ ન્યાયમૂર્તિ બનશે આગામી CJI, કાયદા મંત્રાલયને કરાઈ ભલામણ
સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad Arvind Bobde)ને આગામી CJI બનાવવાની ભલામણ કાયદા મંત્રાલયને મોકલી છે.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad Arvind Bobde)ને આગામી CJI બનાવવાની ભલામણ કાયદા મંત્રાલયને મોકલી છે. CJIની નિયુક્તિનો અધિકૃત આદેશ રાષ્ટ્રપતિ ભવનમાંથી અપાય છે. પ્રક્રિયા મુજબ વર્તમાન સીજેઆઈ જ આગામી સીજેઆઈ માટે ભલામણ કરી શકે છે. અત્રે જણાવવાનું કે જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યાં છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરથી નવા CJI બનશે. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 સુધીનો રહેશે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આ સિવાય આજે એક અન્ય મોટી કાર્યવાહી સુપ્રીમ કોર્ટ દ્વારા કરાઈ છે. સુપ્રીમ કોર્ટે મોટી કાર્યવાહી કરતા આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને ડેપ્યુટેશન પર મધ્ય પ્રદેશ ટ્રાન્સફર કરી દીધા છે. કોર્ટે સરકારને આ અંગે 7 દિવસમાં તેનુ નોટિફિકેશન બહાર પાડવાનું કહ્યું છે. કોર્ટે આ નિર્ણય પાછળ કોઈ કારણ નથી જણાવ્યું પરંતુ મનાય છે કે હજેલાના ટ્રાન્સફરનું કારણ સુરક્ષા હોઈ શકે છે. કોર્ટ આ મામલે આગામી સુનાવણી 26 નવેમ્બરે કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે