પિતાને યાદ કરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો ચિરાગ, રામકૃપાલ યાદવ પણ ન રોકી શક્યા આંસુ

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ને ગુરુવારે સાંજે 74 વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ હતુ. શુક્રવારે મોડી સાંજે રામવિલાસ પાસવાનનો મૃતદેહ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા પટના પહોંચ્યો હતો.
પિતાને યાદ કરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો ચિરાગ, રામકૃપાલ યાદવ પણ ન રોકી શક્યા આંસુ

પટના: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ને ગુરુવારે સાંજે 74 વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ હતુ. શુક્રવારે મોડી સાંજે રામવિલાસ પાસવાનનો મૃતદેહ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા પટના પહોંચ્યો હતો.

આજે સવારે રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને પટનાના એસકે પુરી સ્થિત તેમના નિવાસ સ્થાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રામકૃપલ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ તેમના અંતિમ સન્માન અને રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) October 10, 2020

આ દરમિયાન ચિરાગ પાસવાન ખૂબ જ ભાવુક દેખાયો અને રામકૃપાલ યાદવને જોઇને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. રામકૃપાલ પણ આ દરમિયાન તેમના આંસુ રોકી શક્યા નહીં. આ જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંથ ભરાઈ ગઈ. કોઈક રીતે ત્યાં લોકોએ ચિરાગ પાસવાન અને રામકૃપાલ યાદવને સંભાળ્યા.

તમને જણાવી દઇએ કે, પટનામાં રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર આજ પટનામાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને એસકે પુરી સ્થિત આવાસથી ઘાટ લઈ જવામાં આવશે. ચિરાગ પાસવાન તેના પિતાને અગ્નિદાહ આપશે. આ દરમિયાન રામવિલાસ પાસવાનના સમર્થકોની ભારે જમા થઈ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news