Board Exams 2021: ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પર કાલે આવી શકે છે નિર્ણય, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ બોલાવી બેઠક

કોરોના સંકટને કારણે ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કાલે મહત્વની બેઠક બોલાવી છે. 

Board Exams 2021: ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પર કાલે આવી શકે છે નિર્ણય, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ બોલાવી બેઠક

નવી દિલ્હીઃ board Exams 2021: કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક  ( Education Minister Ramesh Pokhriyal ‘Nishank)  રવિવાર 22 મેસ, 2021ના એક બેઠકનું આયોજન કરવા જઈ રહ્યાં છે. આ બેઠકમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અને અન્ય એન્ટ્રસ એક્ઝામના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. તો આ બેઠકમાં દેશભરના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો અને રાજ્ય પરીક્ષા બોર્ડોના અધ્યક્ષો અને અન્ય સ્ટોકહોલ્ડર સામેલ થશે. આ વર્ચ્યુઅલ બેઠક કાલે સવારે 11.30 કલાકે શરૂ થશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે. 

તો આ સંબંધમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ એક ટ્વીટ પણ કર્યુ છે. તેમના અનુસાર રાજ્ય સરકારને બધા શિક્ષણ મંત્રીઓ અને સચિવોની આ બેઠકમાં સામેલ થવા અને આગામી પરીક્ષાઓના સંબંધમાં પોતાના વિચાર રજૂ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ વર્ચ્યુઅલ બેઠક 23 માર્ચે સવારે 11.30 કલાકે આયોજીત કરવામાં આવી છે. 

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 22, 2021

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 22, 2021

મહત્વનું છે કે આ પહેલા દેશના શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલની અધ્યક્ષતામાં આ વિષેય પર એક બેઠક થઈ ચુકી છે, જેમાં પોખરિયાલે બધા રાજ્યો પાસે સૂચનો માંગ્યા હતા. આ દરમિયાન રાજ્યોના શિક્ષણ સચિવોને સામેલ થવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે દેશમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કોરોના વાયરસની બીજી લહેર આવ્યા બાદ બોર્ડની પરીક્ષાઓ સહિત અન્ય પ્રવેશ પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ હેઠળ સીબીએસઈ બોર્ડ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી ઇન્ટરનલ એસેસમેન્ટના આધાર પર પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news