ભારતના ચીફ ઈલેક્શન કમિશનર સુનિલ અરોરાએ લીધો 'વર્લ્ડ ઈલેક્શન બોડી'નો ચાર્જ
સુનીલ અરોરા રોમાનિયાના લોન મિન્કુ રાડુલેસ્ક્યુના અનુગામી બન્યા છે, તેમને આગામી 2019થી 2021 સુધીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે
Trending Photos
બેંગલુરુઃ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ મંગળવારે 'એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડી'(AWEB)ની ચેરમેનશીપ સંભાળી લીધી છે. સુનિલ અરોરાને આગામી વર્ષ 2019થી 2021 સુધીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમણે વર્તમાન રોમાનિયાના ચેરમેન લોન મિન્કુ રાડુલેસ્ક્યુ પાસેથી આ ચાર્જ લીધો હતો.
અરોરાને એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીની ચોથી સામાન્ય સભામાં AWEBનો ધ્વજ સોંપવામાં આવ્યો હતો. આ બેઠકમાં 45 દેશના 110થી પણ વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશિલ ચંદ્રન પણ હાજર હતા. 2017માં બુચારેસ્ટ ખાતે યાજોયાલી સામાન્ય સભાની છેલ્લી બેઠકમાં આગામી ચેરમેનશીપ સોંપવા માટે ભારતની નિર્વિરોધ પસંદગી કરવામાં આવી હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે