CDS રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં LTTE-ISIનું કાવતરું! નિવૃત્ત બ્રિગેડિયરે વ્યક્ત કરી શંકા

નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતે આશંકા વ્યક્ત કરી છે કે આ માત્ર અકસ્માત નહીં પણ કોઈ મોટા ષડયંત્રનું પરિણામ હોઈ શકે છે. પૂર્વ બ્રિગેડિયરનું કહેવું છે કે 'MI-17V5 હેલિકોપ્ટર કુન્નૂરના કટેરી વિસ્તારમાં ક્રેશ થયું છે.

CDS રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં LTTE-ISIનું કાવતરું! નિવૃત્ત બ્રિગેડિયરે વ્યક્ત કરી શંકા

નવી દિલ્હીઃ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat)ના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. આ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCSની મહત્વપૂર્ણની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ વાયુસેનાએ તેના સ્તરે તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનામાં જનરલ રાવતની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોના કરૂણ મોત થયા છે. સેનાના રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે આ દુર્ઘટનાને લઈને કોઈ કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે.

હેલિકોપ્ટર ક્રેશ કાવતરું કે અકસ્માત?
નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતે આશંકા વ્યક્ત કરી છે કે આ માત્ર અકસ્માત નહીં પણ કોઈ મોટા ષડયંત્રનું પરિણામ હોઈ શકે છે. પૂર્વ બ્રિગેડિયરનું કહેવું છે કે 'MI-17V5 હેલિકોપ્ટર કુન્નૂરના કટેરી વિસ્તારમાં ક્રેશ થયું છે. LTTE આ વિસ્તારમાં સક્રિય રહે છે. અહીંના લોકોનું પણ એલટીટીઈ (LTTE) ને ઘણું સમર્થન રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે CDSનું હેલિકોપ્ટર ક્રેશ એક કાવતરું હુમલો હોઈ શકે છે, જેમાં એલટીટીઈના સ્લીપર સેલ સામેલ છે. જો આ હુમલો થયો છે, તો તેમાં ISI પણ LTTEને સાથ અને સહકાર આપી શકે છે. પૂર્વ બ્રિગેડિયરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ ઘટનાની તપાસ કરાવવાની માંગ કરી છે.

હેલિકોપ્ટર ક્રેશના સંભવિત કારણો
બ્રિગેડિયર સાવંતે જણાવ્યું છે કે કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ 3 કારણો હોય છે. ટેકનિકલ ખામી, પાયલોટની ભૂલ અને બોમ્બ પ્લાન્ટેશન દ્વારા બ્લાસ્ટ. ટેકનિકલ ખામી અથવા પાઇલટની ભૂલના કિસ્સામાં પાઇલટ મદદની માંગ કરે છે. પાયલોટ એર કંટ્રોલ સાથે વાત કરે છે અને આ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ થઈ જાય છે.

બ્લેક બોક્સમાંથી ખુલશે રહસ્ય?
જનરલ રાવતના હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. તેથી આશા રાખવામાં આવે છે કે જ્યારે હેલિકોપ્ટરના બ્લેક બોક્સની તપાસ કરવામાં આવશે, ત્યારે અકસ્માતના કારણો સામે આવી શકે છે. હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી તે કોઈ કાવતરું હતું તે પણ જાણવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news