CDS General Bipin Rawat નો છેલ્લો વીડિયો સંદેશ આવ્યો સામે, સાંભળીને આવી જશે જોશ!
CDS જનરલ બિપિન રાવતનો છેલ્લો વીડિયો સંદેશ આજે (રવિવારે) સ્વર્ણિમ વિજય પર્વના કાર્યક્રમમાં બહાર પાડવામાં આવ્યો હતો. CDS જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
Trending Photos
નવી દિલ્હી: હેલીકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડા એટલેકે, CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત કુલ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં બાકીના સેનાના જવાનો અને અધિકારીઓ હતાં. આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્કો ઉભા થઈ રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે CDS જનરલ બિપિન રાવતનો છેલ્લો વીડિયો સંદેશ સામે આવ્યો છે. સ્વર્ણિમ વિજય પર્વના કાર્યક્રમમાં તેમણે જે સ્પીચ આપી હતી તેને ક્લીપ સ્વરૂપે બહાર પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, CDS જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
જણાવી દઈએ કે સ્વર્ણિમ વિજય પર્વનો કાર્યક્રમ આજે ઈન્ડિયા ગેટ પર શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમમાં CDS જનરલ બિપિન રાવતનો છેલ્લો સંદેશ જારી કરવામાં આવ્યો હતો. વિજય પર્વ માટે વેલિંગ્ટન જતા પહેલા તેમનો આ વીડિયો મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
स्वर्णिम विजय दिवस के मौके पर सीडीएस जनरल बिपिन रावत का आखिरी वीडियो संदेश जारी किया गया.
#CDSBipinRawat #SwarnimVijayDiwashttps://t.co/rNEyEIECNp
— Zee News (@ZeeNews) December 12, 2021
સીડીએસ જનરલ બિપિન રાવતે પોતાના છેલ્લા સંદેશમાં કહ્યું હતું કે સુવર્ણ વિજય દિવસના અવસર પર હું ભારતીય સેનાના તમામ બહાદુર જવાનોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અમે 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની જીતની 50મી વર્ષગાંઠને વિજય પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. આ પવિત્ર તહેવાર પર સશસ્ત્ર દળોના બહાદુર જવાનોને યાદ કરીને હું તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ઈન્ડિયા ગેટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણા બહાદુર શહીદોની સ્મૃતિમાં સ્થાપિત અમર જવાન જ્યોતિની જ્યોતની છાયામાં વિજય પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સૌભાગ્યની વાત છે. અમે તમામ દેશવાસીઓને આ વિજય ઉત્સવની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ. અમને અમારી સેનાઓ પર ગર્વ છે, વિજય પર્વ, જય હિંદની ઉજવણી કરવા માટે એકસાથે આવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે