CDS General Bipin Rawat Dead: CDS બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન, PM મોદી, રક્ષામંત્રીએ વ્યક્ત કર્યુ દુખ

આ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે. 

CDS General Bipin Rawat Dead: CDS બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન, PM મોદી, રક્ષામંત્રીએ વ્યક્ત કર્યુ દુખ

નવી દિલ્હીઃ હેલીકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું નિધન થઈ ગયું છે. જે હેલીકોપ્ટર ક્રેશ થયું તેમાં 14 લોકો સવાર હતા. સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલીકોપ્ટરમાં સવાર હતું, તેમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતીય સેના અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. 

આ દુર્ઘટના તમિલનાડુના કુન્નૂરની પાસે બુધવારે બપોરે હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલીકોપ્ટરની સાથે આ દુર્ઘટના થી તે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હતું. આ ડબલ એન્જિનવાળું હેલીકોપ્ટર ખુબ સુરક્ષિત માનવામાં આવે છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સવાર હતા, જેમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરતા લખ્યુ- તમિલનાડુમાં આજે એક દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિત નિધનથી ખુબ દુખ થયું. તેમનું અચાનક નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂર્ણિય ક્ષતિ છે.
 

His untimely death is an irreparable loss to our Armed Forces and the country.

— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021

— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021

આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યુ કે, હું તમિલનાડુમાં હેલીકોપ્ટર દુર્ઘટનાથી ખુબ દુખી છું. જેમાં આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળના અન્ય કર્મીઓને ગુમાવી દીધા છે. તેમણે સંપૂર્ણ લગન સાથે ભારતની સેવા કરી. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. 

— Narendra Modi (@narendramodi) December 8, 2021

— Narendra Modi (@narendramodi) December 8, 2021

ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કરતા કહ્યુ કે દેશ માટે એક દુખદ દિવસ છે... કારણ કે આપણે સીડીએસ જનરલ બિપિન રાવત જીને એક મોટી દુખદ દુર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ બહાદુર સૈનિકોમાંથી એક હતા, જેણે અત્યંત ભક્તિની સાથે માતૃભૂમિની સેવા કરી છે. તેમને યોગદાન અને પ્રતિબદ્ધતાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. મને ખુબ દુખ છે. 

— Amit Shah (@AmitShah) December 8, 2021

જનરલ રાવતનો આ હતો કાર્યક્રમ
- એક સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા બુધવારે સવારે 9 કલાકે જનરલ રાવત અને તેમના પત્ની સહિત 9 લોકો દિલ્હીથી રવાના થયા અને આશરે 11.35 કલાકે એરફોર્સ સ્ટેસન સુલૂર પહોંચ્યા.
- આશરે 10 મિનિટ બાદ 11 કલાક 45 મિનિટ પર એરફોર્સ સ્ટેશન સુલૂરથી દિલ્હીથી આવેલા 9 લોકો અને 5 ક્રૂના સભ્ય એટલે કે કુલ 14 લોકો વેલિંગટન આર્મી કેમ્પ માટે હેલીકોપ્ટરથી રવાના થયા.
- બપોરે આશરે 12 કલાક 20 મિનિટ પર નંચાપા ચાતરમના કટ્ટેરિયા વિસ્તારમાં 14 લોકો ભરેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું.
- હેલીકોપ્ટરે એરફોર્સ સ્ટેશન સુલૂરથી ઉડાન બર્યા બાદ આશરે 94 કિલોમીટરની સફર કરવાની હતી તે કટ્ટેરિયા વિસ્તારમાં ક્રેશ થઈ ગયું.
- દુર્ઘટનાસ્થળ અને હેલીકોપ્ટરના ગંતવ્યસ્થાનમાં માત્ર 16 કિલોમીટરનું અંતર હતું. એટલે કે વેલિંગટન આર્મી કેમ્પથી 16 કિલોમીટર પહેલા જ જનરલ રાવતનું હેલીકોપ્ટર દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. 
- મોટી વાત છે કે જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર જો પાંચ મિનિટ વધુ ઉડ્યુ હોત તો મંજિલ સુધી પહોંચી ગયું હોત, પરંતુ રસ્તામાં જ દુર્ઘટના થઈ ગઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news