Class 10, 12 Exam 2022: શું રદ્દ થઈ જશે CBSE ક્લાસ 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષા, બોર્ડે લીધો મોટો નિર્ણય
CBSE Class 10 And 12 Board Exam 2022: કેટલાક વિદ્યાર્થીઓ સતત સીબીએસઈની ક્લાસ 10 અને 12ની પરીક્ષા ઓનલાઇન મોડમાં કરાવવાની માંગ કરી રહ્યાં છે. તો અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ પહેલાં જ ક્લાસ 10 અને 12ની ટર્મ-1 એક્ઝામ (Class 10 And 12 Term-1 Exam) માટે ડેટશીટ (CBSE Datesheet) જાહેર કરી દીધી છે. ડેટશીટ પ્રમાણે 30 નવેમ્બરથી સીબીએસઈની ક્લાસ 10 અને 1 ડિસેમ્બરથી ક્લાસ 12ની ટર્મ-1ની પરીક્ષા (Term-1 Exam) શરૂ થવાની છે. પરંતુ આ વચ્ચે પરીક્ષા ઓનલાઇન કરાવવાની માંગ ફરી થઈ રહી છે. પરંતુ સીબીએસઈ જાહેરાત કરી ચુક્યુ છે કે સીબીએસઈની ક્લાસ 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષા ઓફલાઇન મોડ (Exam In Offline Mode) માં થશે.
વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે આ માંગ
ઉલ્લેખનીય છે કે કેટલાક વિદ્યાર્થીઓનું માનવું છે કે સીબીએસઈની ક્લાસ 10 અને 12ની ટર્મ-1 (CBSE Class 10 And 12 Term-1 Exam) ની પરીક્ષા પેન-પેપરથી આપવી પડશે કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને હજુ વેક્સીનના ડોઝ લાગ્યા નથી. તેવામાં પરીક્ષા દરમિયાન તેને કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો છે. કેટલાક વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડ પાસે પરીક્ષા ઓનલાઇન આયોજીત કરાવવાની માંગ કરી રહ્યાં છે.
ઓફલાઇન મોડમાં પરીક્ષા કરાવવાનો વિરોધ
મહત્વનું છે કે કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન મોડમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની ટર્મ-1 પરીક્ષાને ઓફલાઇન મોડમાં કરાવવાનો વિરોધ કરી રહ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓએ ટર્મ-1ની પરીક્ષાને રદ્દ કરવાની માંગ કરી છે.
શિક્ષણ મંત્રી પાસે કરી અપીલ
મહત્વનું છે કે કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મામલામાં દખલ દેવી જોઈએ અને સીબીએસઈને નિર્દેશ આપવો જોઈએ કે ક્લાસ 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે.
તો સીબીએસઈ સ્પષ્ટ કરી ચુક્યુ છે કે ટર્મ-1ની પરીક્ષા ઓફલાઇન મોડમાં થશે. ક્લાસ 10ની પરીક્ષા 30 નવેમ્બર અને ક્લાસ 12ની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થશે. સ્કૂલોએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે