CBI Raid in Punjab: કરોડોની બેંક છેતરપિંડી મામલે પંજાબ AAP ધારાસભ્યના સ્થળો પર CBI ના દરોડા
CBI Raid in Punjab AAP MLA Premises: 40 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી મામલે પંજાબમાં સીબીઆઇએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે કાર્યવાહી કરી છે.
Trending Photos
CBI Raid in Punjab AAP MLA Premises: પંજાબના આપ ધારાસભ્યના સ્થળો પર સીબીઆઇએ દરોડા પાડ્યા છે. સીબીઆઇએ બેંક છેતરપિંડી મામલે દરોડા પાડ્યા છે. આપ ધારાસભ્ય જસવંતસિંહ ગજ્જન માજરા પર 40 કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડીનો આરોપ છે.
સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, આપ ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા વિરૂદ્ધ બેંક ઓફ બરોડાની ફરિયાદ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેંક છેતરપિંડી મામલે સીબીઆઇએ પંજાબમાં જસવંતસિંહ ગજ્જન માજરાના ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા.
CBI has raided the premises linked to AAP Punjab MLA Jaswant Singh Gajjan Majra in Rs 40-cr bank fraud case: Sources
— ANI (@ANI) May 7, 2022
સીબીઆઇ અધિકારીઓએ શનિવારના જણાવ્યું કે, અમરગઢ ધારાસભ્ય વિરુદ્ધ કેસના સંદર્ભમાં સંગરુર જિલ્લાના મલેર કોટલા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મલેર કોટલામાં ગજ્જન માજરાનું પૈતૃક ઘર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે