લેન્ડ ડીલ: હરિયાણાના પૂર્વ CM હૂડ્ડાના ઘર સહિત દિલ્હી એનસીઆરમાં CBIના દરોડા

હરિયાણાના જમીન કૌભાંડ મામલે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડાના પર ગાળિયો કસાઈ રહ્યો છે. આજે આ મામલે સીબીઆઈએ રોહતક સ્થિત પૂર્વ સીએમના ઘર પર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ દિલ્હી-એનસીઆરમાં 30થી વધુ સ્થળો ઉપર પણ દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં સીબીઆઈ ઓફિસરો હાજર છે. હૂડ્ડા પર લેન્ડ ડીલમાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. 

લેન્ડ ડીલ: હરિયાણાના પૂર્વ CM હૂડ્ડાના ઘર સહિત દિલ્હી એનસીઆરમાં CBIના દરોડા

નવી દિલ્હી: હરિયાણાના જમીન કૌભાંડ મામલે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડાના પર ગાળિયો કસાઈ રહ્યો છે. આજે આ મામલે સીબીઆઈએ રોહતક સ્થિત પૂર્વ સીએમના ઘર પર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ દિલ્હી-એનસીઆરમાં 30થી વધુ સ્થળો ઉપર પણ દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં સીબીઆઈ ઓફિસરો હાજર છે. હૂડ્ડા પર લેન્ડ ડીલમાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. 

અત્રે જણાવવાનું કે લેન્ડ ડીલ કેસમાં ફસાયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા વિરુદ્ધ પણ પોલીસે તપાસમાં ઝડપ વધારી છે. આ મામલે બંને વિરુદ્ધ તપાસ શરૂ કરવાની મંજૂરી ગુરુગ્રામ પોલીસને હરિયાણા સરકાર તરફથી ડિસેમ્બર 2018માં મળી હતી. 

ગુરુગ્રામ પોલીસ કમિશનર કે કે રાવે ડિસેમ્બરમાં જાણકારી આપી હતી કે અમને રાજ્ય સરકાર તરફથી લેન્ડ ડીલમાં વાડ્રા અને હૂડ્ડા વિરુદ્ધ તપાસની મંજૂરી મળી ગઈ છે. આ મામલે તપાસ ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા પર લેન્ડ ડીલની તપાસ વચ્ચે હાલની હરિયાણા સરકાર આવી હતી. ગુરુગ્રામ પોલીસે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમના કારણે 17એ હેઠળ સપ્ટેમ્બરમાં તપાસની મંજૂરી માટે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news