2014ની જેમ મોદી સરકારને સરળતાથી નહિ મળે જીત, સરવેનો આંકડો છે ચોંકાવનારો

 ઈલેક્શનની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. 7 ચરણોમાં થનારા ઈલેક્શનના પરિણામ 23 મેના રોજ સામે આવશે. પરંતુ તે પહેલા પ્રી પોલ સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એનડીએ બહુમતના આંકડાથી થોડુ પાછળ રહી શકે છે. યુપીએ તમામ પ્રયાસો બાદ પણ 141 સુધી પહોંચી શકશે. સી-વોટર-આઈએએનએસના મત સરવેમાં એનડીએને 264 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જે સરકાર બનાવવા માટે આવશ્યક 272 સીટના આંકડાથી 8 ઓછી છે.

2014ની જેમ મોદી સરકારને સરળતાથી નહિ મળે જીત, સરવેનો આંકડો છે ચોંકાવનારો

નવી દિલ્હી : ઈલેક્શનની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. 7 ચરણોમાં થનારા ઈલેક્શનના પરિણામ 23 મેના રોજ સામે આવશે. પરંતુ તે પહેલા પ્રી પોલ સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એનડીએ બહુમતના આંકડાથી થોડુ પાછળ રહી શકે છે. યુપીએ તમામ પ્રયાસો બાદ પણ 141 સુધી પહોંચી શકશે. સી-વોટર-આઈએએનએસના મત સરવેમાં એનડીએને 264 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જે સરકાર બનાવવા માટે આવશ્યક 272 સીટના આંકડાથી 8 ઓછી છે.

લોકસભા ઈલેક્શનમાં મુખ્ય સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાજગ અને રાહુલ ગાંધીના નેતૃત્વત્વવાળા સંપ્રગની વચ્ચે છે, પરંતુ આગામી સરકારના ગઠનમાં બિનભાજપા અને બિનકોંગ્રેસ ક્ષેત્રીય દળોનું ગઠબંધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એનડીએમાં જનતા દળ યુનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટી (લોજપા) બિહારમાં 20 સીટ જીતી શકે છે. જ્યારે 14 સીટની સાથે શિવસેના એક બીજો મજબૂત પક્ષ બનીને આવી શકે છે. મોદી સરકારની સૌથી મોટી આલોચક  શિવસેના 4 સીટ ગુમાવી પણ શકે છે. 

એનડીએના દક્ષિણમાં શોધવા પડશે સાથીદાર
એનડીએને આગામી ઈલેક્શનમાં 300નો આંકડો પાર કરવા માટે દક્ષિણના રાજ્યોમાંથી નવા સાથીદાર બનાવવા પડશે. અનુમાન વ્યક્ત કરાયું છે કે, આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડીની વાયએસઆરસીપી, કેસીઆરની ટીઆરએસ અને ઓડિશામાં બીજેડી 36 સીટ જીતી શકે છે. તેમાં વાયએસઆરસીપીને આંધ્રપ્રદેશમાં 11 સીટ મળી શકે છે, બીજદને ઓડિશામાં 9 અને ટીઆરએસ તેલંગાનામાં 17માંથી 16 સીટ જીતી શકે છે. આ ત્રણ પાર્ટીઓના સમર્થનથી રાજગ ન માત્ર બહુમત મેળવી શકશે, પરંતુ લોકસભામાં 300નો આંકડો પાર કરી શકે છે. 

 

ઈલેક્શન બાદ ગઠબંધનથી સંપ્રગની પાસે પૂરતી સીટ નથી
ઈલેક્શન પૂર્ણ સર્વેક્ષણમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી દૂર થયા બાદ સંપ્રગની નજર ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન પર અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પર ટકેલી છે. જેને કારણે તે પોતાના ખાતામાં કેટલીક સીટ લાવી શકે છે.સી-વોટર-આઈએએનએસ સરવેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશમા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધનને 47 સીટ મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 34 સીટ પર જીત યથાવત રાખશે. સંપ્રગને 141 સીટ મળવાનું અનુમાન લગાવાયું છે. જેમાં કોંગ્રેસની 86 અને સહયોગી દળોની 55 સીટ સામેલ છે. 

ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અસમ (ઓલ ઈન્ડિયા યુનાઈડેટ ડેમોક્રેટિક ફ્રન્ટની સાથે) અને કેરળ (વામ મોરચાની સાથે) માં જો ઈલેક્શન બાદ ગઠબંધન થાય છે, તો સંપ્રગની કુલ સીટ 226 થઈ શકે છે. તેના બાદ પણ આ બહુમતના જાદુઈ આંકડો 272થી પાછળ રહેશે. પંરતુ 2014ની સરખામણીમાં મજબૂત વિપક્ષ બનીને ઉભરશે.

સંપ્રગની અંદર તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકેઃ 30 સીટ જીતી શકે છે. સંપ્રગમાં સામેલ બાકી તમામ પાર્ટીઓ હાશિયામાં ધકેલાઈ જશે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાંકાપા) 6 સીટ જીતી શકે છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) 4 અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચો (ઝામુમો) 5 સીટ જીતી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news