બુલંદશહેર હિંસાઃ BJP સાંસદ ભોલા સિંહે જણાવ્યું અસલી કારણ
બુલંદ શહેર હિંસા ઘટનામાં સ્થાનિક સાંસદ ભોલા સિંહે હિંસા ફેલાવાનું કારણ ઈજેતેમાને જણાવ્યું છે
Trending Photos
બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં હિંસા અંગે સ્થાનિક સાંસદ ભોલા સિંહે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ હિંસા પાછળનું કારણ ઈજતેમા છે. પોલીસ તપાસ વચ્ચે ભોલા સિંહે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, "કાયદો અને વ્યવસથાની સ્થિતી સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી. પોલીસ પણ તૈનાત હતી. ઈજતેમા અંગે પોલીસને અંધારામાં રાખવામાં આવી હતી. હિંસાનું અસલી કારણ આ જ છે."
મીડિયામાં અત્યાર સુધી એવી વાત આવી હતી કે, ગૌમાંસ ફેંકવાને કારણે આ હિંસા ભડકી હતી. ભીડને શાંત કરવા માટે પહોંચેલા ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ પ્રત્યે લોકોનો ગુસ્સો ભડકી ગયો અને તેમની હત્યા કરી દેવાઈ.
(બુલંદશહેર હિંસામાં મોતને ભેટેલા ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહનો ફોટો)
બુલંદશહેરના સ્યાના ગામમાં સોમવારે કથિત ગૌહત્યાની અફવા ફેલાયા બાદ હિંસા ભડકી હતી અને એક પોલીસ અધિકારીની હત્યા કરાઈ હતી. અત્યાર સુધી આ ઘટનામાં ચાર લોકોની ધરપકડ કરી દેવાઈ છે. બુલંદશહેરમાં સ્થિતી ધીમે-ધીમે કાબુમાં આવી રહી છે.
શહીદ ઈન્સ્પેક્ટરની બહેનનો આરોપ
આ દરમિયાન હિંસામાં માર્યા ગયેલા ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની બહેન સુનીતા સિંહે આરોપ લગાવ્યો છે કે, તેના ભાઈની હત્યા પોલીસના ષડયંત્રને કારણે થઈ છે. સુનીતાએ જણાવ્યું કે, "પોલીસના ષડયંત્રને કારણે મારા ભાઈનું મોત થયું છે. કેમ કે તે દાદરી અને ગૌહત્યા કેસમાં તપાસ કરી રહ્યો હતો. મુખ્યમંત્રી ગાય-ગાયનું રટણ કરતા રહે છે, પરંતુ તેઓ ગૌરક્ષા માટે જાતે કેમ આવતા નથી?"
એસઆઈટી રચવાની જાહેરાત
મેરઠ ઝોનના એડીજી પ્રશાંત કુમારે આ અગાઉ જાહેરાત કરી હતી કે આ હિંસાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે. હિંસાનું કારણ અને પોલીસ અધિકારીના મૃત્યુની ઘટના અંગે વિસ્તૃત તપાસ કરાશે. આઈજી મેરઠ રેન્જની અધ્યક્ષતામાં રચવામાં આવનારી એસઆઈટી ગૌહત્યાના આરોપ અને હિંસા બંનેની તપાસ કરશે. એસઆઈટીમાં ત્રણથી ચાર સભ્ય હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે