પંજાબ: તરનતારનમાં ઘૂસી આવ્યું પાકિસ્તાની ડ્રોન, BSFએ એર સ્ટ્રાઈક ગનથી તોડી પાડ્યું

પંજાબના તરનતારનના ખેમકરન સેક્ટરની બીઓપી (બોર્ડર આઉટ પોસ્ટ)માં બીએસએફએ એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું. સરહદને અડીને આવેલા રતોકે ગામમાં ગત રાતે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળતા બીએસએફએ તરત કાર્યવાહી કરી અને ડ્રોનને એર સ્ટ્રાઈક ગનથી નિશાન બનાવ્યું. 

પંજાબ: તરનતારનમાં ઘૂસી આવ્યું પાકિસ્તાની ડ્રોન, BSFએ એર સ્ટ્રાઈક ગનથી તોડી પાડ્યું

તરનતારન: પંજાબના તરનતારનના ખેમકરન સેક્ટરની બીઓપી (બોર્ડર આઉટ પોસ્ટ)માં બીએસએફએ એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું. સરહદને અડીને આવેલા રતોકે ગામમાં ગત રાતે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળતા બીએસએફએ તરત કાર્યવાહી કરી અને ડ્રોનને એર સ્ટ્રાઈક ગનથી નિશાન બનાવ્યું. 

વીજળી અને ઈન્ટરનેટ સેવા બંધ
ગામના સરપંચ લખબીર સિંહના જણાવ્યાં મુજબ તેમણે પોતે આ ડ્રોન જોયું હતું. ત્યારબાદ ફાયરિંગ થવા લાગ્યું હતું. મોડી રાતે ગામ સહિત આસપાસના સરહદી ગામડાઓમાં બ્લેક આઉટ કરાવી દેવાયું અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરાવી દેવામાં આવી. ત્યારબાદ ફરીથી સવારે બહાલ કરી દેવાઈ હતી. હાલ તો સવારે ગામના લોકો પોતાના રોજીંદા કામકાજમાં પરોવાઈ ગયા છે. 

ભારતીય સરહદમાં અનેકવાર જોવા મળ્યા છે પાકિસ્તાની ડ્રોન
ઉલ્લેખનીય છે કે ભારતીય સરહદની અંદર પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવ્યુ હોય તેવો આ પહેલો મામલો નથી. આ અગાઉ રાજસ્થાનમાં પણ પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવ્યું હોવાની માહિતી મળી હતી. જો કે ભારતીય સેનાએ તેને તોડી પાડ્યું હતું. તેની પહેલા 10 માર્ચના રોજ રાજસ્થાનમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ ભારતીય સરહદમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહેલા એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. 

જુઓ LIVE TV

ડિફેન્સ રાજસ્થાનના જન સંપર્ક અધિકારી (પીઆરઓ) કર્નલ સંબિત ઘોષે કહ્યું હતું કે, ગંગાનગર સેક્ટરમાં શનિવારે સાંજે 7.30 કલાકે એક માનવરહિત વાહન (યુએવી)ની ઘૂસણખોરીની માહિતી મળી હતી. ડ્રોન પર એટેક કરીને તેને તોડી પડાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news