Sarfaraz Menon: મોટું જોખમ ટળ્યું! પાકિસ્તાન-ચીનવાળો 'ડેન્જરસ મેન' ઝડપાયો, હવે પૂછપરછમાં થશે મોટા ખુલાસા

Sarfaraz Menon: ભારતમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર સંદિગ્ધ આતંકીને અટકમાં લેવાયો છે. NIA પાસેથી મળેલી ઈનપુટ બાદ સક્રિય થયેલી ઈન્દોર પોલીસે મોટી કાર્યવાહી કરતા સરફરાઝ મેમણની અટકાયત  કરી છે. મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએની ટીમ જલદી તેની પૂછપરછ કરશે.

Sarfaraz Menon: મોટું જોખમ ટળ્યું! પાકિસ્તાન-ચીનવાળો 'ડેન્જરસ મેન' ઝડપાયો, હવે પૂછપરછમાં થશે મોટા ખુલાસા

Sarfaraz Menon: ભારતમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર સંદિગ્ધ આતંકીને અટકમાં લેવાયો છે. NIA પાસેથી મળેલી ઈનપુટ બાદ સક્રિય થયેલી ઈન્દોર પોલીસે મોટી કાર્યવાહી કરતા સરફરાઝ મેમણની અટકાયત  કરી છે. મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએની ટીમ જલદી તેની પૂછપરછ કરશે. તપાસ એજન્સીઓ સરફરાઝ પાસેથી એ જાણવાની કોશિશ કરશે કે તેનું પ્લાનિંગ શું હતું અને ષડયંત્રમાં કોણ સામેલ છે. સરફરાઝ મેમણ પર પાકિસ્તાન, ચીન અને હોંગકોંગમાં ટ્રેનિંગ લેવાનો પણ આરોપ છે. આવામાં સરફરાઝ સાથે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. હાલ ઈન્દોર પોલીસના ગુપ્તચર વિભાગની ટીમ સંદિગ્ધ આતંકીની પૂછપરછ કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે NIA એ ઈન્દોરના ગ્રીન પાર્ક કોલોની રહીશ સરફરાઝ મેમણ વિશે મોટું અલર્ટ બહાર પાડ્યું હતું. NIA તરફથી એલર્ટમાં કહેવાયું હતું કે આ ખતરનાક આતંકી દેશમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ઘૂમી રહ્યો છે. NIA એ મુંબઈ પોલીસને ઈ મેઈલ કરીને સરફરાઝ મેમણનો પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને આધાર કાર્ડ મોકલ્યા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસે મધ્ય પ્રદેશની ઈન્દોર પોલીસ સાથે આ બાબતે સંપર્ક સાંધ્યો હતો. 

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ઈન્દોરના ચંદન નગર પોલીસ મથક વિસ્તારની ગ્રીન પાર્ક કોલોનીના રહિશ સરફરાઝ મેમણ પાકિસ્તાન, ચીન અને હોંગકોંગથી ટ્રેનિંગ લઈને ભારત પાછો ફર્યો છે અને તે દેશમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યો છે. ત્યારબાદ ઈન્દોર પોલીસ પણ સતર્ક થઈ ગઈ અને સરફરાઝની શોધમાં લાગી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news