આસામઃ બ્રહ્મપુત્ર નદીમાં હોડી પલટી, 45 લોકો ડૂબ્યા હોવાની આશંકા

આસામમાં પૂરથી ખરાબ સ્થિતિ છે. 4 જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે. 
 

આસામઃ બ્રહ્મપુત્ર નદીમાં હોડી પલટી, 45 લોકો ડૂબ્યા હોવાની આશંકા

નવી દિલ્હીઃ આસામમાં પૂરથી સ્થિતિ ખરાબ છે. 4 જિલ્લા સંપૂર્ણ પણે પાણીમાં ડૂબેલા છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બુધવારે એક હોડીમાં સવાર 45 લોકો પાણીમાં ડૂબવાની આશંકા છે. આ લોકો ઉત્તર ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદીમાં હોડીથી જઈ રહ્યાં હતા. પોલીસ અને રાજ્ય આપત્તિ વ્યાવસ્થાપનની ટીમ તેમને બચાવવામાં લાગી છે. રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. પૂરથી 12000 લોકો પ્રભાવિત છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 

4 જિલ્લા પૂરના પાણીમાં ડૂબ્યા
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એક સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ધેમાજી, વિશ્વનાથ, ગોલાઘાટ અને શિવસાગર જિલ્લામાં કુલ 676 હેક્ટર ખેતીની જમીન ડૂબી ગઈ છે. રાજ્યમાં ચોમાસાના ત્રીજા તબક્કાનું આ પૂર છે. એએસડીએમએએ કહ્યું કે, આ પૂરની સ્થિતિમાં કોઈ જાન ગુમાવ્યાના સમાચાર નથી. છેલ્લા બે રાઉન્ડના પૂરમાં 50 લોકોના મોત થયા હતા. 

— ANI (@ANI) September 5, 2018

12 હજારથી વધુ લોકો પ્રભાવિત
પૂરમાં આ ચાર જિલ્લાના 48 ગામોના 12 હજાર 428 લોકો પ્રભાવિત થયા છે. સૌથી વધુ પ્રભાવિત ધેમાજી જિલ્લામાં 11 હજાર 355 લોકો થયા છે. ત્યારબાદ વિશ્વનાથમાં 390, શિવસાગરમાં 350, ગોલાઘાટમાં 333 લોકો પ્રભાવિત છે. તેમાં કહેવામાં આવ્યું કે વિશ્વનાથ અને ગોલાઘાટ જિલ્લામાં બે રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે. કેન્દ્રીય જળ આયોગના રિપોર્ટ અનુસાર બ્રહ્મપુત્ર નદી જોહરાટમાં નિમાટીઘાટ, ગોલાઘાટના ધનસીરી અને સોણિતપુર જિલ્લામાં એન ટી રોડ ક્રોસિંગ પર જિયા ભરાલીમાં ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news