કોવિશીલ્ડની રસી લીધા બાદ રક્તસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાના આટલા કેસ આવ્યા સામેઃ પેનલ
સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિશીલ્ડ લેનારા લોકોને એડવાઇઝરી જાહેર કરી છે કે રસી લીધા બાદ 20 દિવસ સુધી AEFI (Adverse events following immunization) ફરિયાદ આવે છે તો જ્યાં રસી લીધી ત્યાં સંપર્ક કરો.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (corona virus) ની વેક્સિન કોવિશીલ્ડ (Vaccine Covishield) લીધા બાદ દેશમાં રક્તસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાના 26 કેસ મળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોના રસીને લઈને બનેલી એક પેનલના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. કોરોના રસી બાદ થનારી આડઅસરનો અભ્યાસ કરવાને લીને બનેલી પેનલે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, તેણે કુલ 498 કેસનો અભ્યાસ કર્યો છે, જે ગંભીર હતા. તેમાંથી 26 એવા મળ્યા, જેમાં રસી લાગ્યા બાદ રક્તસ્ત્રાવ કે લોહી ગંઠાઈ જવાની આશંકા છે. ડેટામાં કહેવામાં આવ્યું કે, રસી બાદ ખુબ ઓછુ જોખમ છે, પરંતુ આંતરીક રીતે તેના પ્રભાવની આશંકા જરૂર છે. તો કોવૈક્સીન લીધા બાદ રક્તસ્ત્રાવ કે લોહી ગંઠાઈ જવાની કોઈ સમસ્યા સામે આવી નથી.
આ સિવાય બ્લક ક્લોટિંગને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રસીના કુલ 10 લાખ ડોઝમાં 0.61 ટકા કેસ મળ્યા છે. પેનલના રિપોર્ટ પ્રમાણે 7 એપ્રિલ સુધી 7 કરોડ 54 લાખ ડોઝ લગાવવામાં આવ્યા હતા. તેમાંથી દેશમાં કોવિશીલ્ડના 68,650,819 ડોઝ લાગ્યા હતા, જ્યારે કોવૈક્સીનના 6,784,562 ડોઝ લાગ્યા છે. દેશમાં રસીકરણની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 753 જિલ્લામાંથી 684માં વેક્સિન લીધા બાદ કોઈ મોટા દુષ્પ્રભાવની વાત સામે આવી છે. CO-WIN પ્લેટફોર્મ પ્રમાણે કુલ 2300 એવા મામલા નોંધાયા છે, જ્યારે રસી લીધા બાદ કોઈ સમસ્યા ઉભી થઈ છે. તેમાંથી માત્ર 700 કેસ એવા છે, જે ગંભીર હતા.
આ પણ વાંચોઃ સાચી પડી ભવિષ્યવાણીઓ, દેશમાં વાવાઝોડા સહિત આ ઘટનાઓની વ્યક્ત કરાઈ હતી આશંકા, જાણો શું છે કારણ
પેનલે કહ્યું કે ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવેલી કોવૈક્સીનના ઉપયોગથી રક્તસ્ત્રાવ કે બ્લડ ક્લોટિંગ જેવી કોઈ ઘટના સામે આવી નથી. પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, લોહીમાં કોઈ પ્રકારની સમસ્યાનો ખતરો દક્ષિણ એશિયાના લોકોમાં યૂરોપીય લોગોની તુલનામાં 70 ટકા ઓછો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જલદી હેલ્થવર્કર્સ અને વેક્સિન લગાવનાર લોકોને પ્રેરિત કરવામાં આવસે કે રસી લગાવ્યા બાદ બ્લડ ક્લોટિંગ કે રક્તસ્ત્રાવ જેવી કોઈ સમસ્યાને લઈને 20 દિવસની અંદર માહિતગાર કરાવવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, રસી લીધા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દુખાલો, ખભા પર દુખાલો, લાલ નિશાન થવા કે અન્ય કોઈ સમસ્યા થવા પર જાણ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે