પાલઘર લિંચિંગ: ભાજપના નેતા રામ કદમની અટકાયત, જાણો શું છે મામલો
Trending Photos
મુંબઈ: પાલઘર (Palghar) માં સાધુઓની હત્યા મામલે સીબીઆઈ (CBI) તપાસની માગણી સાથે ભાજપના વિધાયક રામ કદમ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવા માટે પોતાના મુંબઈ સ્થિત ઘરેથી પાલઘર તરફ નીકળી રહ્યા હતાં. આ દરમિયાન મુંબઈ પોલીસે રામ કદમની અટકાયત કરી લીધી.
અત્રે જણાવવાનું કે રામ કદમને મુંબઈ પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગઈ છે. પાલઘરમાં સાધુઓની થયેલી હત્યાના વિરોધમાં ભાજપના નેતા રામ કદમ આજે જન આક્રોશ યાત્રા કાઢવાના હતા. રામ કદમના ઘરની બહાર ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત છે.
નોંધનીય છે કે રામ કદમના ઘરથી પાલઘરનું અંતર 110 કિમીથી વધુ છે. રામ કદમના જણાવ્યાં મુજબ 212 દિવસ થવા છતાં હજુ સુધી સાધુઓની હત્યા મામલે ન્યાય મળ્યો નથી. જો રાજ્ય સરકાર નિષ્પક્ષ રીતે આ કેસની તપાસ કરવા માંગતી હોય તો તેઓ સીબીઆઈ પાસે તપાસ કરાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે