Graduate Chaiwali: બે વર્ષથી નોકરી ન મળી તો યુવતીએ પોતાની ચાની કિટલી શરૂ કરી દીધી, ભાવુક થઈને કહ્યું...

Economics Graduate Girl Open Tea Stall: એક યુવતીએ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી નોકરીની શોધમાં લાગી ગઈ. જ્યારે બે વર્ષ સુધી કોઈ નોકરી ન મળી તો તેણે ચાની કિટલી ખોલવાનું નક્કી કરી લીધુ. 

Graduate Chaiwali: બે વર્ષથી નોકરી ન મળી તો યુવતીએ પોતાની ચાની કિટલી શરૂ કરી દીધી, ભાવુક થઈને કહ્યું...

Economics Graduate Girl Open Tea Stall: એક યુવતીએ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી નોકરીની શોધમાં લાગી ગઈ. જ્યારે બે વર્ષ સુધી કોઈ નોકરી ન મળી તો તેણે ચાની કિટલી ખોલવાનું નક્કી કરી લીધુ. ઈકોનોમિક્સ ગ્રેજ્યુએટ યુવતીએ પટણાની મહિલા કોલેજની બહાર ચાની એક કિટલી ખોલી નાખી. ગ્રેજ્યુએટ પ્રિયંકા ગુપ્તાએ કહ્યું કે મે 2019માં યુજી (અંડરગ્રેજ્યુએટ) કર્યું પરંતુ છેલ્લા 2 વર્ષથી નોકરી મળી નહી. મે પ્રફુલ્લ બિલ્લોર પાસેથી પ્રેરણા લીધી. તેણે એમ પણ કહ્યું કે 'દેશમાં અનેક ચાવાળા છે તો ચાવાળી કેમ ન હોઈ શકે?'

પટણામાં છે કિટલી
બિહારના પાટનગર પટણામાં 24 વર્ષની પ્રિયંકા ગુપ્તાને નોકરી ન મળતા ચાની દુકાન ખોલવાનો નિર્ણય લીધો. બિહારના પૂર્ણિયા જિલ્લાની મૂળ રહીશ પ્રિયંકા ગુપ્તા બે વર્ષની આકરી મહેનત છતાં બેંકની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા બાદ પટણા મહિલા કોલેજની પાસે એક ચાની કિટલી ચલાવી રહી છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ પ્રિયંકાએ આ વર્ષે 11 એપ્રિલથી ચા વેચવાનું શરૂ કરી દીધુ. તેના ટી સ્ટોલ પર ગ્રાહકોનો જમાવડો પણ થઈ રહ્યો છે. 

I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK

— ANI (@ANI) April 19, 2022

પ્રિયંકાએ શું કહ્યું પોતાના આ કામ વિશે
પ્રિયંકાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે છેલ્લા બે વર્ષથી હું બેંક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે સતત મહેનત કરી રહી છું. પરંતુ બધો સમય એળે ગયો, આથી ઘરે પાછા ફરવાની જગ્યાએ મે પટણામાં એક રેકડી પર ચાની દુકાન શરૂ કરવાનો નિર્ણય લીધો. મને તેમાં કોઈ સંકોચ નથી. શહેરમાં પોતાની ચાની દુકાન ખોલી અને હું આ વ્યવસાયને આત્મનિર્ભર ભારતની દિશામાં એક કદમ તરીકે જોઉ છું. 

MBA ચાયવાલાથી પ્રેરિત થઈ છે પ્રિયંકા
અમદાવાદમાં ચાની દુકાન ચલાવતા પ્રફુલ્લ બિલોરને પ્રિયંકા પોતાનો રોલ મોડલ માને છે. બિલોરે એમબીએ કરવા છતાં એક ચાની દુકાન શરૂ કરી અને હવે તેનો એક મોટો વ્યવસાય છે. ચાની દુકાન પર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રફુલ્લ બિલોર જેવા રસપ્રદ પંચલાઈનો જેમ કે 'પીના હી પડેગા', અને 'સોચો મત... ચાલુ કર દે' બસ ને યૂઝ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news