Bihar: મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં બોટ પલટી જતા અનેક બાળકો ગૂમ

Bihar Boat Capsized: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં બાગમતી નદીમાં એક બોટ પલટી જવાથી અનેક બાળકો ગૂમ હોવાનું કહેવાય છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બોટમાં 33 બાળકો હતા જે દુર્ઘટના સમયે શાળાએ જઈ રહ્યા હતા. 

Bihar: મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં બોટ પલટી જતા અનેક બાળકો ગૂમ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં બાગમતી નદીમાં એક બોટ પલટી જવાથી અનેક બાળકો ગૂમ હોવાનું કહેવાય છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બોટમાં 33 બાળકો હતા જે દુર્ઘટના સમયે શાળાએ જઈ રહ્યા હતા. 

જો કે ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ મુઝફ્ફરપુરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી અજયકુમારે જણાવ્યું કે 10 લોકો ગૂમ હોવાની સૂચના મળી છે. અત્યાર સુધીમાં 15-20 લોકોને બચાવવામાં આવ્યા છે. સર્ચ અભિયાન ચાલુ છે. 

"The incident took place between 1030-11 am today. Teams of NDRF and SDRF rushed to the accident… pic.twitter.com/RjN093hhms

— ANI (@ANI) September 14, 2023

આ પહેલા મુખ્યમંત્રી નીતિશકુમારે મીડિયાને કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત વરિષ્ઠ અધિકારીઓને દુર્ઘટનાસ્થળે જવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે. મે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તત્કાળ જોવાનું કહ્યું છે. રાજ્ય સરકાર પ્રભાવિત પરિવારોને તમામ મદદ પ્રદાન કરશે. 

— ANI (@ANI) September 14, 2023

મુઝફ્ફરનગરના ડીએમએ કહ્યું કે આ ઘટના આજે સવારે 10.30 થી 11 વાગ્યાની વચ્ચે ઘટી. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news