Bihar: કેબિનેટનું વિસ્તરણ, શાહનવાઝ હુસૈન બન્યા મંત્રી, અભિનેતા સુશાંતના ભાઈને પણ મળી જગ્યા

બિહાર (Bihar) માં નવી સરકાર બન્યાના ત્રણ મહિના બાદ આજે પહેલીવાર મુખ્યમંત્રી નીતિશકુમારે (Nitish Kumar)  પોતાની કેબિનેટનું વિસ્તરણ કર્યું. આ કેબિનેટ વિસ્તરણમાં ભાજપના 9, અને જેડીયુના 8 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા.

Bihar: કેબિનેટનું વિસ્તરણ, શાહનવાઝ હુસૈન બન્યા મંત્રી, અભિનેતા સુશાંતના ભાઈને પણ મળી જગ્યા

પટણા: બિહાર (Bihar) માં નવી સરકાર બન્યાના ત્રણ મહિના બાદ આજે પહેલીવાર મુખ્યમંત્રી નીતિશકુમારે (Nitish Kumar)  પોતાની કેબિનેટનું વિસ્તરણ કર્યું. આ કેબિનેટ વિસ્તરણમાં ભાજપના 9, અને જેડીયુના 8 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા.  કુલ મંત્રીઓની સંખ્યા હવે 31 થઈ. 

કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain) ને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રાજ્યના રાજકારણમાં મોકલ્યા છે. શાહનવાઝ હુસૈન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે. ચર્ચિત મુસ્લિમ ચહેરો છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલી ચૂંટણીમાં તેમણે પાર્ટી માટે ખુબ પ્રચાર કર્યો હતો. નીતિશ કેબિનેટમાં સામેલ થનારામાં નીરજ સિંહનું પણ નામ છે. જે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતરાઈ છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ નીરજ સિંહ સતત ચર્ચામાં હતાં. 

આ સાથે જ બસપા સાથે છેડો ફાડીને જેડીયુમાં સામેલ થનારા જમા ખાનને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નીતિશ સાથે મુલાકાત બાદ જમા ખાને જેડીયુનો હાથ પકડ્યો હતો. 

આજે શપથ લેનારા મંત્રીઓની યાદી 
1. શાહનવાઝ હુસૈન (ભાજપ)
2 શ્રવણકુમાર (જેડીયુ)
3. મદન સાહની (જેડીયુ)
4. પ્રમોદ  કુમાર (ભાજપ)
5. સંજય ઝા (જેડીયુ)
6. લેસી સિંહ (જેડીયુ)
7. સમ્રાટ ચૌધરી (ભાજપ)
8. નીરજ સિંહ બબલુ (ભાજપ)
9 સુભાષ સિંહ (ભાજપ)
10. નીતિન નવીન (ભાજપ)
11. સુમિત કુમાર સિંહ (અપક્ષ)
12. સુનિલ કુમાર (જેડીયુ)
13. નારાયણ પ્રસાદ (ભાજપ)
14. જયંત રાજ (જેડીયુ)
15 આલોક રંજન ઝા (ભાજપ)
16. જમા ખાન (જેડીયુ)
17. જનક રામ (ભાજપ)

નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં નીતિશકુમારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ આ વખતે ગઠબંધનમાં ભાજપ મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે. આ જ કારણ છે કે જે નવા 17 મંત્રીઓએ શપથ લીધા તેમાંથી 9 ભાજપના છે જ્યારે 8 જેડીયુ કોટાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news