ચાલુ બાઈકે યુવક યુવતીએ રોમાન્સની તમામ હદો પાર કરી, Video વાયરલ થતા પોલીસ કપલની શોધમાં

કપલની બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. હવે પોલીસ આ કપલની શોધમાં છે. 

ચાલુ બાઈકે યુવક યુવતીએ રોમાન્સની તમામ હદો પાર કરી, Video વાયરલ થતા પોલીસ કપલની શોધમાં

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ ચાલુ બાઈકે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે રોમેન્સ કરી રહ્યું છે. રોમાન્સની તમામ  હદો પાર કરતો આ 14 સેકન્ડનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. કપલની બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. હવે પોલીસ આ કપલની શોધમાં છે. 

મળતી માહિતી મુજબ આ વીડિયો મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના વીઆઆપી રોડનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં એક યુવતી બાઈકની ટાંકી પર બેઠી છે અને તેનું મોઢું બાઈક ચલાવતા યુવક સામે છે. યુવક પણ સામે બેઠેલી યુવતીને ગળે લગાવીને બાઈક ચલાવી રહ્યો છે. જ્યારે બંને વીઆઈપી રોડ પર જતી એક કારની નજીક પહોંચ્યા તો કારચાલકે તેમનો વીડિયો બનાવી લીધો. 

જુઓ Viral Video

બાઈક પર યુવતી યુવકને ચોંટીને બેઠેલી છે. આ સમગ્ર મામલે ભોપાલ નોર્થના એસપી વિજયકુમારે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ખતરનાક ઢબે બાઈક ચલાવનારા યુવકનો વીડિયો વાયરલ થયો છે. હાલ આ વીડિયો કેવી રીતે બન્યો, કોણે બનાવ્યો અને બાઈક પર જોવા મળી રહેલા યુવક યુવતી કોણ છે તેની જાણકારી મળી નથી. પોલીસ વીઆઈપી રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી કરીને  બાઈકનો નંબર ટ્રેસ થઈ જાય અને યુવક યુવતીની ઓળખ થઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news