West Bengal: નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને હરાવનારા suvendu adhikari ને ભાજપે આપી મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુભેંદુ અધિકારી  (Suvendu Adhikari) ને વિધાનસભામાં નેતા વિપક્ષ  (Leader Of Opposition) બનાવ્યા છે, જેમણે ચૂંટણીમાં નંદીગ્રામ સીટથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. 
 

West Bengal: નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને હરાવનારા suvendu adhikari ને ભાજપે આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ભાજપે નંદીગ્રામના ધારાસભ્ય અને ક્યારેક મમતા બેનર્જીના સાથી રહેલા શુભેંદુ અધિકારી (Suvendu Adhikari) ને વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પસંદ કર્યા છે. શુભેંદુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ સીટથી 1956 મતે હરાવ્યા હતા. 

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરી કહ્યુ કે, આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નંદીગ્રામથી ધારાસભ્ય શુભેંદુ અધિકારીને સર્વાનુમતે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ તકે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા. 

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રથમવાર મુખ્ય વિપક્ષી પાર્ટી બની છે. કુલ 292 સીટોમાંથી ટીએમસીએ 213 સીટ જીતી હતી. તો ભાજપના ખાતામાં 77 બેઠકો આવી છે. જ્યારે અન્યને બે સીટ મળી હતી. લેફ્ટ અને કોંગ્રેસ બંગાળમાં ખાતુ ખોલાવી શકી નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news