સરકારી બેંકના ગ્રાહકો 31 ઓક્ટોબર પછી પૈસા ઉપાડી શકશે નહીં, ડેબિટ કાર્ડ બંધ થશે

Bank of india debit card discontinue: બેંક દ્વારા પહેલાથી જ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ગ્રાહકે પોતાના ખાતા સાથે મોબાઈલ નંબર લિંક કર્યો નથી, તો તે 31 ઓક્ટોબર પછી ડેબિટ કાર્ડની સુવિધાઓ મેળવી શકશે નહીં.

સરકારી બેંકના ગ્રાહકો 31 ઓક્ટોબર પછી પૈસા ઉપાડી શકશે નહીં, ડેબિટ કાર્ડ બંધ થશે

Bank of India Debit Card News: આજકાલ ડેબિટ કાર્ડનો ઉપયોગ દરેક માટે સામાન્ય બની ગયો છે. જો કે હવે મોટાભાગના વ્યવહારો ઓનલાઈન સરળતાથી થઈ જાય છે, પરંતુ આજે પણ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે માત્ર ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે 31 ઓક્ટોબર પછી સરકારી બેંકના ડેબિટ કાર્ડનો કોઈ ઉપયોગ નહીં થાય. આ સરકારી બેંકનું નામ બેંક ઓફ બરોડા છે. ડેબિટ કાર્ડ (Bank of India Debit Card News) વિશેની માહિતી બેંક દ્વારા જ Tweet કરીને આપવામાં આવી હતી.

અગાઉ પણ માહિતી આપી હતી
બેંક ઓફ બરોડા (Bank of India Debit Card News ) પહેલાથી જ જાણ કરી ચૂક્યું છે કે 31 ઓક્ટોબર પછી બેંકના ગ્રાહકો ATM ડેબિટ કાર્ડ દ્વારા કોઈપણ વ્યવહાર કરી શકશે નહીં.

ડેબિટ કાર્ડ કેમ બંધ થશે?
બેંક દ્વારા પહેલાંથી જ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ગ્રાહકે પોતાના ખાતા સાથે મોબાઈલ નંબર લિંક કર્યો નથી, તો તે 31 ઓક્ટોબર પછી ડેબિટ કાર્ડ (Bank of India Debit Card News )ની સુવિધાઓનો લાભ લઈ શકશે નહીં. બેંકે તેના ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ 31.10.2023 પહેલાં તેમની શાખાની મુલાકાત લઈને તેમનો મોબાઈલ નંબર અપડેટ કરી લે.

જો તમે હજુ સુધી તમારો મોબાઈલ નંબર જોડ્યો નથી તો બેંક શાખામાં જઈને કોઈ પણ વિલંબ કર્યા વિના તેને જોડવાની કામગીરી કરો. જો આમ કરવામાં નહીં આવે, તો ગ્રાહકો 31 ઓક્ટોબર પછી ન તો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે અને ન તો અન્ય કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

બેંકમાં જવાની જરૂર રહેશે નહીં
જો તમે ઇચ્છો તો તમે ઑનલાઇન પણ એકાઉન્ટમાં મોબાઇલ નંબર ઉમેરી શકો છો. અથવા તમે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકો છો. ઓફલાઈન નંબર બદલવા માટે તમારે બેંક શાખામાં જઈને એક ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભરવાની સાથે તમારે આધાર કાર્ડ અને પાસબુકની ફોટોકોપી પણ સબમિટ કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news