શું ખરેખર… ફ્લાઇટમાં જન્મેલા બાળકને જીવનભર વિમાનની મળે છે મફત ટિકિટ? જાણો શું છે વાસ્તવિકતા

તમે એવા સમાચાર સાંભળતા હશો કે હવાઈ મુસાફરી દરમિયાન એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. આ ખુશીમાં ઘણી એરલાઈન્સ નવજાત બાળકને આજીવન ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરે છે. આ સમયે તમારા મનમાં પણ આ સવાલ આવ્યો હશે કે શું તેને ફ્લાઈટની ટિકિટ આજીવન ફ્રી મળશે કે પછી બાળકનો જન્મ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં થયો છે તો તેને નાગરિકતા કયા દેશની મળશે. આ પ્રકારના સવાલો તમારા મનમાં પણ હોય તો ચાલો આજે જવાબ જાણી લઈએ. કદાચ આગળ આવા સમાચાર સાંભળ્યા પછી તમે કોઈ મૂંઝવણમાં ના રહો.

શું ખરેખર… ફ્લાઇટમાં જન્મેલા બાળકને જીવનભર વિમાનની મળે છે મફત ટિકિટ? જાણો શું છે વાસ્તવિકતા

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ફ્લાઇટમાં બાળકના જન્મ પછી તેને આજીવન ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવે છે. અથવા બાળકને વિશ્વની નાગરિકતા આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિએ કોઈપણ દેશમાં જવા માટે વિઝા લેવાની જરૂર રહેશે નહીં, અને જન્મ સમયે બાળકને તે દેશની નાગરિકતા આપવામાં આવે છે જ્યાંથી વિમાન ઉડ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બધી બાબતો અફવા છે.

ફ્લાઇટમાં બાળક માટે મફત ટિકિટ
જોકે, આ પણ એક અફવા છે કારણ કે કોઈ એરલાઈન્સે આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ હા, જો કોઈ એરલાઈન્સ આ કરવા ઈચ્છે છે, તો તે નવા જન્મેલા બાળકને ખુશીથી આ તક આપી શકે છે. ઉદાહરણ તરીકે 2016 માં Cebu Pacific Air તેના પ્લેનમાં જન્મેલા બાળકને 1,000,000 Get Go Points આપવાની જાહેરાત કરી હતી. આ પોઈન્ટની મદદથી તે બાળક કોઈપણ સમયે પોતાના માટે ટિકિટ ખરીદી શકે છે. પરંતુ અમારા મતે ફ્રી પ્લેનની ટિકિટ માટે તમારે તમારા અને તમારા બાળકનો જીવ જોખમમાં ન નાખવો જોઈએ. કારણ કે ફ્લાઇટમાં આ બધી બાબતો માટે કેબિન ક્રૂને તાલીમ આપવામાં આવતી નથી.

No description available.

કયા મહિના સુધી હવાઈ મુસાફરી કરી શકાય? 
તમને જણાવી દઈએ કે, ભારતમાં સાતમા મહિના કે તેથી વધુની ગર્ભવતી મહિલાઓને હવાઈ મુસાફરી કરવાની મંજૂરી નથી. બીજી તરફ 9મા મહિનામાં દરેક મહિલાએ ઉડાન ભરવાનું ટાળવું જોઈએ, હા, જો કોઈ ઈમરજન્સી હોય તો તમે પ્લેનમાં મુસાફરી કરવાની પરવાનગી મેળવી શકો છો. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એક મૂંઝવણ હોય છે કે જો બાળક ભારતથી અમેરિકા જવાના રસ્તાની વચ્ચે જ જન્મે છે તો તેને જન્મ સ્થળ કયું ગણાશે. તેને કયા દેશની નાગરિકતા મળશે?

આવા કિસ્સાઓમાં, ફ્લાઇટમાં બાળકના જન્મ સમયે એ  જોવાનું હોય છે કે જન્મ સમયે તે પ્લેન કયા દેશની સરહદ પરથી ઉડી રહ્યું છે. હવે ફ્લાઇટ જ્યાં ઉતરી છે તે એરપોર્ટ ઓથોરિટી બાળકનું જન્મ પ્રમાણપત્ર માંગશે. આવી સ્થિતિમાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં જન્મ સ્થળ એ દેશનું હશે. જો કે, બાળકને તેના માતાપિતાના દેશની નાગરિકતા પ્રાપ્ત કરવાનો પણ અધિકાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news