સંપૂર્ણ રીતે ધાર્મિક હશે પીએમ મોદીનો અયોધ્યા પ્રવાસ, કોઈ સરકારી જાહેરાત કરશે નહીં


 5 ઓગસ્ટે અયોધ્યા પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા હનુમાનગઢીમાં દર્શન-પૂજા કરશે. પીએમના કાર્યક્રમમાં હનુમાનગઢીને 7 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. 

સંપૂર્ણ રીતે ધાર્મિક હશે પીએમ મોદીનો અયોધ્યા પ્રવાસ, કોઈ સરકારી જાહેરાત કરશે નહીં

અયોધ્યાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભૂમિ પૂજનનો કાર્યક્રમ શુદ્ધ રૂપથી ધાર્મિક પ્રવાસ હશે. આ કાર્યક્રમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો કાર્યક્રમ છે, જેમાં પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી ભૂમિ પૂજન સુધી ખુદને સીમિત રાખશે. કોઈ પણ સરકારી જાહેરાત કરશે નહીં. બધી સરકારી જાહેરાત બાદમાં કરવામાં આવશે. 

મહત્વનું છે કે 5 ઓગસ્ટે અયોધ્યા પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા હનુમાનગઢીમાં દર્શન-પૂજા કરશે. પીએમના કાર્યક્રમમાં હનુમાનગઢીને 7 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રીનું આવવું-જવું સામેલ છે. પ્રધાનમંત્રીને પૂજનનો આશરે ત્રણ મિનિટનો સમય લાગશે. 

સૂત્રો પ્રમાણે પીએમ મોદી પાંચ ઓગસ્ટે 11-11.15 કલાક વચ્ચે અયોધ્યા પહોંચશે. તેઓ ત્યાં આશરે ત્રણ કલાક રોકાશે. બપોરે આશરે 2 કલાકે તેઓ રવાના થશે. આ વચ્ચે હનુમાનઢીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એસપીજીની ટીમ અને વહીવટી અધિકારી હનુમાનગઢી પહોંચી ગયા છે અને અહીં સુરક્ષાનું નિરીક્ષણ કરી રહ્યાં છે. 

તો સૂત્રો પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં બધા ધર્મો, પંથો, સનાતન ધર્મના શંકરાચાર્યો સિવાય સૂફી સંપ્રદાયોના પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ઈસાઈ, જૈન, શીખ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધાને ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી, અયોધ્યાના સમાજસેવી પદ્મ શ્રી મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી આમંત્રિત લોકોની યાદીમાં સામેલ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news