અયોધ્યામાં શરૂ થયો નવો વિવાદ, BJP પર લાગ્યો મંદિર તોડવાનો આરોપ

હકીકતમાં અયોધ્યા નગર નિગમે અયોધ્યામાં જૂના અને જર્જરીત થઇ ગયેલા 177 ભવનોને તોડવા અથવા તેનું સમારકામ કરવાની નોટિસ જાહેર કરવામાં આવી છે.

અયોધ્યામાં શરૂ થયો નવો વિવાદ, BJP પર લાગ્યો મંદિર તોડવાનો આરોપ

વાસુદેવ ત્રિપાઠી, અયોધ્યા: રામ મંદિર પર વિવાદ અને રાજકાણના કેન્દ્ર અયોધ્યામાં એક વધુ મંદિર વિવાદ ઉભો થયો છે. આ વિવાદ મંદિર બનાવવાને લઇને નહીં પરંતુ મંદિર તોડવાને લઇને થઇ રહ્યો છે અને મંદિર તોડવાનો આ આરોપ સ્થાનિક ભારતીય જતના પાર્ટી પર લાગી રહ્યો છે. હકીકતમાં અયોધ્યા નગર નિગમે અયોધ્યામાં જૂના અને જર્જરીત થઇ ગયેલા 177 ભવનોને તોડવા અથવા તેનું સમારકામ કરવાની નોટિસ જાહેર કરવામાં આવી છે. આ જર્જરીત મકાનોમાં કેટલાક જુના મંદિરો પણ છે. ત્યાર બાદ રામ મંદિર આંદોલનના કેન્દ્ર અને મંદિરોની નંગરી કહેવાતી અયોધ્યામાં મંદિરોને નોટિસ આપવા પર વિવાદ ઉભો થઇ ગયો છે.

Ayodhya municipal corporation List

રામ જન્મભૂમિના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ ભાજપની સત્તાવાળી નગર નિગરના આ નિર્ણયના વિરોધમાં ઉતર્યા છે. સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, અયોધ્યામાં ઘણા પ્રાચિન મંદિરો છે અને તેને કાંઇ વિચાર્યા વગર જર્જરીત જોઇને આ પ્રાચીન વારસોને તોડી પાડવાની નોટિસ આપવી એ ખોટી વાત છે. પહેલા મંદિરોની સ્થિતિ જોવી જોઇએ અને જે મંદિરોનું જીર્ણોદ્ધાર કરાવી શકાય છે તેમની પુન: સ્થાપના કરાવવામાં આવી જોઇએ। જન્મભૂમિના મુખ્ય પુજારીના જણાવ્યા અનુસાર જો મંદિરોના મંહત અથવા પુજારી પોતે જીર્ણોદ્ધાર કરાવવાની સ્થિતીમાં નથી તો સરકારે તેમન ગ્રાન્ટ આપી તેનું સમારકામ કરાવવું જોઇએ. સત્યેન્દ્ર દાસે અયોધ્યાના સંતોથી પણ જર્જરીત થવાના નામ પર મંદિરોને તોડવાની નોટિસોનો વિરોધ કરવાની અપીલ કરી છે.

પુજારીઓના રોષ બાદ સામે આવી મેયરની સફાઇ
સત્યેન્દ્ર દાસની જેમ અયોધ્યાના નરહરદાસ મંદિરના પુજારી રામબહાદુર દાસ પણ નગર નિગમ નોટિસ આપવાની જગ્યા મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાની માગ કરી રહ્યાં છે. નરહરદાસ મંદિર પણ તે મંદિરોમાંથી એક છે જેનું જર્જરીત થવા પર નોટિસ આપવામાં આવી છે. પરંતુ આ સમગ્ર વિવાદ વચ્ચે અયોધ્યા નગર નિગમથી ભાજપના મેયર ઋષિકેશ ઉપાધ્યાય અયોધ્યામાં કોઇ પણ મંદિરને તોડવાના બધા સમાચારને અફવા અને દુષ્પ્રચાર જણાવી નકારી રહ્યાં છે. મેયરના જણાવ્યા અનુસાર મંદિરોને નહીં પરંતુ જર્જરીત મકાનોને નોટીસ આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે જર્જરીત મકાનોનો કેટલોક ભાગ જો રસ્તાની તરફ છે અને પડવાનો ભય હોવાથી તેને તોડી અથવા સમારકામ કરાવવાનું કહેવામાં આવ્યું છે. મેયરના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી મંદિરોના નામથી ઓળખવામાં આવે છે તેથી મંદિર તોડવાનો કોઇ સવાલ જ નથી ઉભો થતો. જર્જરીત મંદિરોના સવાલ પર અયોધ્યા મેયરે કહ્યું કે મંદિરોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર તત્પર છે અને જો કોઇ મંદિર આ નોટિસોના દાયરામાં આવે છે તો તેને રાજ્ય સરકારે પર્યટન મંત્રાલય દ્વારા અને જનસહયોગથી તેમનું જીર્ણોદ્ધાર કરાવવામાં આવશે.

Ayodhya municipal corporation List

ધારાસભ્ય અને મંત્રીના નિવેદન અલગ-અલગ
અયોધ્યામાં ભાજપ ધારાસભ્ય વેદપ્રકાસ ગુપ્તાનું પણ કહેવું છે કે અયોધ્યાના મંદિરો, ઘાટ, શેરીઓનું જીર્ણોદ્ધાર અને સુશોભન કરવામાં આવી રહ્યું છે અને કોઇ મંદિરને તોડવાનો કોઇ પ્રસ્તાવ નથી. પરંતુ મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવામાં આવશે. ત્યારે અયોધ્યામાં સમરસ કુંભના સમય પર પહોંચી યોગી સરકારના મંત્રી રમાપતિ રામ શાસ્ત્રીને જર્જરીત મંદિરોને નોટીસ આપવાનો નગર નિગમના યોગ્ય નિર્ણય ગણાવ્યો. રમાપતિ રામ શાસ્ત્રીનું કહેવું કે કોઇ જર્જરીત મંદિર તોડવા અને તેમાં કોઇ પુજારીનું મોત થઇ જાય, તેના કરતા સારું છે કે તેને તોડી નવું મંદિર બનાવવામાં આવે અને તેમાં પ્રદેશ સરકાર પણ સહયયોગ કરશે.

બેતિયા અને યાદવ પંચાયતી મંદિરના મહંતના વિચાર છે અલગ
તમને જણાવી દઇએ કે જુના ભવનોને નોટિસ આપવાના નગર નિગમના આ નિર્ણયને સાધુ સંતોનું સમર્થન મળી રહ્યું છે. અયોધ્યાના પ્રાચીન બેતિયા મંદિરને પણ નગર નિગમની તરફતી નોટીસ આપવામાં આવી છે. પરંતુ મંદિરના મહંત ગિરીશદાસ નગર નિગમના આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે જર્જરીત મંદિરોનું જીર્ણોદ્ધાર કરાવાની નોટિસ યોગ્ય છે અને આ મંદિરને તોડવાના આદેશ જેવો કોઇ આદેશ નથી. અયોધ્યાના યાદવ પંચાયતીના મંદિરના મહંત ભૂરેશરણ કહે છે કે તેમને જર્જરીત મંદિરમાં 2016માં થયેલી ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને તેઓ પોતે નગર નિગમથી જર્જરીત મકાનો તોડવાની પરમિશન માગી રહ્યા હતા. પરંતુ સરકાર આવા મંદિરોને ફીર બનાવવામાં સહયોગ પણ કરવો જોઇએ.

અયોધ્યાને કહે છે. મંદિરોની નગરી
અયોધ્યાની નાની અને તંગ શેરીઓમાં ઘર-ઘરમાં મંદિર છે અને આ મંદિરોમાંથી કોઇ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર પણ છે. હજારો નાના-મોટા મંદિરોનું કેન્દ્ર હોવાના કારણે અયોધ્યાના મંદિરોની નગરી પણ કહેવાય છે. આ કારણ છે કે દશકોથી રસ્તા અને પર્યટન વિભાગની ઉપેક્ષાનો શિકાર રહી અયોધ્યામાં કોઇ પ્રાચીન મકાનો અને મંદિર જર્જરીત થઇ ગયા હતા. જર્જરીત મંદિરોને ફરીવાર બનાવવા અથવા જીર્ણોદ્ધાર કરવા માટે નગર નિગમને નોટીસમાં એવી કોઇ વાત કરવામાં આવી નથી. પરંતુ મંદિર નિર્માણને લઇ રાજનીતિના કેન્દ્ર બની ગયેલી અયોધ્યામાં એક પણ મંદિરને તોડવા પર રાજકારણ થવું સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા ઘાટ સુધી કોરિડોર બનાવવા માટે સરકારે ઘણા મંદિરો અને ભવન તોડવા પડ્યા હતા. જેને લઇ વારાણસીમાં કોંગ્રેસ પાર્ટી સહિત કેટલાક સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એવામાં ભાજપનો પ્રયત્ન રહ્યો કે હવે અયોધ્યામાં કોઇ અસુરક્ષિત ઘટના ટાળવા માટે જર્જરીત મંદિરોને નોટિસ આપવાથી તેમની સાથે કોઇ રાજકીય અનહોની થઇ ના જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news