Astro Tips: મહિલાઓ જો પગમાં સોનાના ઝાંઝર પહેરતી હોય તો સાવધાન! જાણો કેમ ન પહેરવા જોઈએ
Wearing Gold on Feet in Hinduism: મહિલાઓ સોના-ચાંદીના દાગીના પહેરતી હોય છે. આમ તો માથાથી લઈને પગ સુધીના સોનાના દાગીના બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ પગમાં સોનાના દાગીના પહેરવાની ના પાડવામાં આવે છે. તમને પણ એમ થતું હશે કે આખરે સોનું કેમ પગમાં ન પહેરાય? તો ખાસ જાણો તેની પાછળ ધાર્મિક, જ્યોતિષી ઉપરાંત વૈજ્ઞાનિક કારણ.
Trending Photos
Wearing Gold on Feet in Hinduism: સોનાને હિન્દુ ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ખુબ જ મહત્વનું ગણવામાં આવ્યું છે. તેને સ્વર્ણ પણ કહે છે. ભારતીય મહિલાઓનો શ્રૃંગાર સોના-ચાંદીના દાગીના વગર અધૂરો છે. મહિલા અને પુરુષો સાથે બાળકો પણ સોનાના દાગીના પહેરે છે. આમ તો માથાથી લઈને પગ સુધીના સોનાના દાગીના બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ પગમાં સોનાના દાગીના પહેરવાની ના પાડવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક, જ્યોતિષી ઉપરાંત વૈજ્ઞાનિક કારણ પણ છે. આ જ કારણે ધનિકમાં ધનિક વ્યક્તિ પણ પગમાં સોનાના આભૂષણ પહેરતા ખચકાય છે. પગમાં ચાંદીના દાગીના પહેરવા જ યોગ્ય ગણાય છે. પછી ભલે તે ઝાંઝર હોય કે પછી વિંછિંયા.
પગમાં સોનું કેમ નથી પહેરાતું?
સોનાને ખુબ શુભ ગણવામાં આવે છે. કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સોનું ખુબ પ્રિય છે. આથી નાભિ કે કમરથી નીચે સોનું પહેરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. શ્રીહરિ અને માતા લક્ષ્મીની નારાજગી જીવનમાં અનેક પ્રકારના સંકટ લાવી શકે છે અને વ્યક્તિને કંગાળ પણ કરી શકે છે. આથી ક્યારેય પગમાં સોનું પહેરવું જોઈએ નહીં. શરીરના ઉપરના ભાગમાં સોનાના ઢગલો દાગીના પહેરવા છતાં મહિલાઓ પગમાં ઝાંઝર અને વિંછિંયા તો ચાંદીના જ પહેરતી હોય છે.
પગમાં સોનું પહેરવાથી થાય છે નુકસાન
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સોનું પગમાં પહેરાતું નથી. સોનાના દાગીના પગમાં પહેરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. વાત જાણે એમ છે કે માનવીના શરીરના ઉપરના ભાગને ગરમાવો અને નીચલા ભાગને ઠંડકની જરૂર હોય છે. સોનું શરીરમાં ગરમી વધારે છે અને ચાંદી ઠંડક પહોંચાડે છે. આથી પગમાં સોનાની જગ્યાએ ચાંદી પહેરવી હિતાવહ છે. જેથી કરીને શરીરમાં તાપમાનનું યોગ્ય સંતુલન જળવાઈ રહે. નહીં તો શરીરના તાપમાનમાં અસંતુલન પેદા થઈ અને સમસ્યા ઊભી થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે