ગુવાહાટીમાં ઝૂ રોડ પર મોલની બહાર વિસ્ફોટ, 12 લોકો ઘાયલ 

ગુવાહાટીમાં ઝૂ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલની બહાર ગ્રેનેડ ફેંકીને વિસ્ફોટ કરાયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 12 લોકો ઘાયલ થયા છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. શંકાસ્પદ આતંકીઓએ મોલની બહાર વિસ્ફોટ કર્યો. ઘાયલોને ગુવાહાટી મેડિકલ કોલેજમાં ખસેડાયા છે. 

ગુવાહાટીમાં ઝૂ રોડ પર મોલની બહાર વિસ્ફોટ, 12 લોકો ઘાયલ 

ગુવાહાટી: ગુવાહાટીમાં ઝૂ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલની બહાર ગ્રેનેડ ફેંકીને વિસ્ફોટ કરાયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 12 લોકો ઘાયલ થયા છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. શંકાસ્પદ આતંકીઓએ મોલની બહાર વિસ્ફોટ કર્યો. ઘાયલોને ગુવાહાટી મેડિકલ કોલેજમાં ખસેડાયા છે. 

— ANI (@ANI) May 15, 2019

વિસ્તારમાં ભારે પ્રમાણમાં સુરક્ષાદળોને તહેનાત કરાયા છે. ગુવાહાટી પોલીસ કમિશ્નર દીપકકુમારે જણાવ્યું કે, 'રાતે આઠ વાગ્યાની આસપાસ એક ગ્રેનેડ હુમલામાં છ લોકો ઘાયલ થયા છે. આ મામલે તપાસ ચાલુ છે.' જો કે ત્યારબાદ ઘાયલોની સંખ્યા વધીને 12 સુધી પહોંચી ગઈ. શહેરના પ્રતિષ્ઠિત ઝૂ રોડ પર થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુવાહાટી શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી છે અને આ ઘટનામાં ઘાયલ લોકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવાના નિર્દેશ પણ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news